________________
૨૨
સંક્ષિપ્ત નિર્વાણપદ દષ્ટાંત –વૃદ્ધ પતિ-પત્નિને એક જુવાન દિકરો મરી ગયે, સ્ત્રી ખૂબ રડી ને પતિને પુછયું–તમે કેમ રડતા નથી ? જવાબમાં તેના પતિએ કહ્યું-ગઈ કાલે સ્વપ્નામાં મારે સાત દિકરા હતા, સવારે મરી ગયા. હવે બેલ, તારા એકને રડું કે મારા સાત માટે રડું? સંસાર સ્વપ્ન તુલ્ય જ છે. બરાબર વિચારે તે સમજાશે કે દેશ, કાળ, વસ્ત કંઈ જ નથી. કેવળ એક ચેતન છે. ૐ શાંતિઃ
“મધુરાધિપતેરખિલં મધુરમ્ છે,-બધુ એક જ છે.
દ્રષ્ટિ-સૃષ્ટિવાદમાં કારણ ભાવ હેતે નથી કારણ કે એક જ બ્રહ્મ છે.
જગતને જીવને સાચા ન માને, પુરૂષને સ્ત્રીમાં, પૈસામાં, જગતમાં સુખ લાગે છે. પણ નાના બાળકને કેઈમાં સુખ લાગતુ નથી.
ભુલા-આપણે જ સંતોષી માની, બેડીયાર માની સ્થાપના કરીને તેને સાચા, અનાદિ માનીએ છીએ. પાકીસ્તાન ૧૯૪૭ પહેલા ન હતું પણ હવે ત્યાંના માણસે પિતાને પાકીસ્તાની માને છે. વર્ષની સાલે વિક્રમ, ઈ. સ. કે ઈગ્લીશ કે પારસી વિ. સર્વ કપિત છે છતાં સાચી માનીએ છીએ.
સ્વપ્ન વખતે સ્વપ્ન સાચુ લાગે છે. જાગ્યા પછી ખોટુ પડે છે. તેમજ અજ્ઞાનતાથી જગત ઈશ્વરે બનાવ્યું તે તેમ માનીએ છીએ. પણ એ વિચારતા નથી કે પૂર્ણ માં ક્રીયા હેય નહિ. આ જીવને માનવ શરીર કેમ મળ્યું તે પૂર્વ જન્મનું કારણ પુન્ય કહીએ છીએ. પણ પૂર્વમાં પણ શરીરથી જ પુન્ય બની શકે છે. પણ કારણ સાચું નથી. પણ બ્રહ્મ સત્ય જગમિથ્યા, છ બ્રહ્મવ ના પર: =જગત ઉત્પન્ન થયું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com