________________
સંક્ષિત નિર્વાણપદ
૧૭૫ અર્થ -બ્રહ્મ વિદ્યા ભણવાને બધાને અધિકાર છે. જુઓ વિદુરજી, ગાર્ગી, મૈત્રેયી, જાબાલ ચષિ, મહીદાસ (એતરીય), સુતજી પરાશર વિગેરે ભણ્યા હતા.
અધિત્ય ચતુરદાન ધર્મશાસ્ત્રાણિ અનેકશન, બ્રહ્મતત્વ ન જાનાનિ, દર્વિપાક રસેયથા.
અર્થ:-ચતુર માણસો વેદોને જાણે છે ને શાસ્ત્રો વાંચે છે પણ બ્રહ્મને જાણતા નથી. જેમ કડછી દુધપાકમાં ફરે છે પણ તેને સ્વાદ નથી. પંચદશી:-(શ્રી વિદ્યારણ્ય સ્વામિ) નમઃ શ્રી શંકરાનંદ ગુરુપાદાં બુજન્મને, સ વિલાસ મહામહ ગ્રાહ શાસે ક કમe. (૧-૧)
અર્થ:-હું પ્રથમ ગુરૂના ચરણ કમળને વંદુ છું, જે કમળની સેવાથી, ગુરૂજી સકળ પ્રપંચ મુળ અજ્ઞાનરૂપી મધરને ગ્રાસ કરી જ તે જ તેમનું ગુરૂજીનું મુખ્ય કર્તવ્ય છે, એટલે મૂળ-અજ્ઞાનને ટાળનાર છે, માટે પ્રથમ ગુરૂજીના પાદ કમળને નમું છું. જ્ઞાનને પ્રતિબંધ-અનાદિ અવિદ્યા છે.
જ્ઞાન તે ત્રણે કાળમાં એક જ છે, તે સંવિત્ નામથી ઓળખાય છે તેને જન્મ કે નાશ નથી, તે તે નિત્ય છે. સ્વયંપ્રકાશ છે, તેને પ્રકાશ કરનાર બીજું કોઈ નથી. તે જ્ઞાનનું ભાન તે થાય છે, પણ સ્પષ્ટ થતું નથી તેથી સમજાતું નથી. જેમ પિતાના દીકરાને અવાજ, બીજા ભણનારા છેકરા સાથે સંભળાય તે છે, પણ સ્પષ્ટ નથી. તેવી જ રીતે બ્રહ્મનું જ્ઞાન થાય છે પણ સ્પષ્ટ થઈ આચરણ થતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com