________________
સંક્ષિપ્ત નિર્વાણપદ
૧૧૯ પાછો ગળી જાય છે, તેમજ અગ્નિમાંથી જેમ તણખા નીકળે છે તેમજ આ આત્મામાંથી દેવ, પ્રાણીઓ વિ. જગત સર્વ ઉત્પન્ન થાય છે ને પાછું તેમાં જ વિલીન થાય છે. આ સત્યનું સત્ય છે ને તે આત્મા છે. આકાશ છે તે બ્રહ્મનું નિરાકારરૂપ છે, તે અવિનાશી વ્યાપક ને અમાપ છે તે સર્વ સારને સાર છે.
યાજ્ઞવલ્કય અને તેની પત્ની મૈત્રેયીને સંવાદ –
યાજ્ઞ૦ –હું ગૃહસ્થાશ્રમ છેડી ચાલ્યા જવાને છું માટે મારી મિલ્કત તે તારી અને કાત્યાયીની વચ્ચે વહેંચી આપું.
મૈત્રેયી શું હું દ્રવ્યથી અમર બની શકીશ?
જવાબ –ના. તે અમર બનવાનું સાધન જાણતા જે હોય તે કહે. યાજ્ઞ – સાંભળ.
(રાગ-હરીગીત) પતિના કાજે નથી પતિ પ્રીય, આત્મ કાજે છે પ્રીય પતિ, સતીના કાજે નથી સતી પ્રીય, આમ કાજે છે પ્રીય પતિ; આત્મ અથે વહાલા પુત્રો છે, પુત્રાર્થે પ્રીય પુત્ર નથી, આત્મ અર્થે દ્રવ્યાદિ વ્હાલું, દ્રવ્યોથે પ્રીય દ્રવ્ય નથી.
(આ પ્રમાણે વિપ્રો, લેકે, દે, વેદો, કેવળ આત્મા માટે જ વહાલા છે.)
છેવટ કહે છે કે – સર્વે હાલું છે આત્મા માટે, સર્વાર્થ પ્રીય સર્વ નથી. એ માટે પ્રતિદીન પ્રતિપળમાં, દર્શન આત્માના જ કરે; યાજ્ઞવલકથ કહે સુણે મિચી, નિદીધ્યાયન તેનું જ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com