________________
ક્ષિપ્ત નિર્વાણપદ
ܢ
તૈતરીય ઉ. :–( યજ્જુવેદ) ઋષિ વરૂણ દેવ છે.
તેમાં શિષ્યના ગુણુ લક્ષણ આપ્યા છે. ને તેમાં વિદ્યાર્થીના તથા ગૃહસ્થીના ગુણુ ખતાવ્યા છે. શુદ્ધ જગત્ત વ્યવહાર કેમ કરવા તે આપ્યુ છે. દરેક વાતમાં વ્યવહારમાં ૭ એલી પછી જ કાર્ય કરવુ. અતિથી ને માતા-પીતાને દેવ માનવા તેમાં ખાસ આનંદ વલ્લીમાં સૌથી આનંદ કયેા શ્રેષ્ઠ છે તેને ક્રમ બતાન્યા છે. પ્રથમ જુવાન નીરોગી વેદ ભણેલા સુંદર બળવાન આખી પૃથ્વીનું રાજ્ય વાળા હોય તેને માનવ આનંદ કહે છે તેનાથી ખીન્ન આનંદ સા, સા ગણા ચઢીયાતા છે. પતૃલેાકના, અજાનજાદેવના, કમ દેવ, દેવાના, ઈંદ્રના ને તેથી પણ ચઢીયાતા બૃહસ્પતિને, પછી બ્રહ્માજીના ને સૌથી શ્રેષ્ઠ માનદ આત્મજ્ઞાનીને બતાવે છે. જે આવા આનંદ મેળવતા નથી તેને છેવટ જીવનમાં ઘણા જ પસ્તાવા થાય છે માટે મુખ્ય તત્વ બ્રહ્મને જાણેા. શાંતિ....
૮મું ઐતરીય ઉપનિષદ છે. તે ઋગ્વેદનુ છે ને તેમાં ઈશ્વરે પ્રથમ અંશ-( મેઘવાળા ) મિરચી, મૃત્યુ ને આપ– જળલેાક બનાવ્યા. પછી લેાકપાળે, લેાકેા-પુરૂષા વિગેરેને બનાવ્યા. ને ઇંડુ' ફાયુ તેમાંથી પૃથ્વી, આકાશ વિ. થયા. વિરાટ પુરૂષના બધા અવયવામાંથી સૃષ્ટિ ને માનવ દેહ અન્યા. દેવાએ તેમાં તેમાં પ્રથમ ગાયનું શરીર બનાવ્યું, તે પછી ઘેાડાનું શરીર, પ્રવેશ ન કર્યો કેમ કે તે ખરાખર પૂર્ણ તે સારૂં ન હતું, પછી જ વિરાટ પુરૂષે છેવટ માનવદેહ બનાવ્યે, દેવા રાજી થયા તે શરીરના જુદા જુદા સ્થાનમાં રહ્યા. આ ઉપનિષદ ઋગ્વેદનુ છે ને તેનું મહાવાકય “પ્રજ્ઞાન બ્રહ્મ” છે. જ્ઞાનના ઘણા નામા આપેલા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com