________________
615 – ૪: સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી 4 – ૪૫ ગભરાનારાઓને એ વાત ઝટ ગમે અને એ ગમે એનું નામ કક્ષા. એ “કાંક્ષા” નામના દોષને વશ થવાના કારણે કુમતવાદીઓને પણ ટપી જાય તેવા કદાગ્રહી બની ગયેલાઓ આજે જાહેરમાં કહે છે કે, બાળકને વળી દીક્ષા શી ? અને કોઈ પણ નારાજ થાય એવી રીતે દીક્ષા અપાય જ શાની ?' આ ઉપરથી આપણે એ વાતમાં નિશ્ચિત થઈ શકીએ છીએ કે, “કાંક્ષા' નામના બીજા દોષની જો ઉપેક્ષા જ કરવામાં આવે, તો તે દોષથી પરિણામે સમ્યક્ત્વ નાશ પામે છે. જેટલા સુનય તેટલા જ કુનય. એક સારી યુક્તિ સામે ઘણી કુયુક્તિઓ ઊભી છે. માટે સમ્યકત્વને સાચવવા ઇચ્છનારાએ પ્રભુશાસનમાં ખૂબ જ સુદઢ રહેવું જોઈએ. વાત વાતમાં જરા પણ મૂંઝાયા વિના કલ્યાણકામી આત્માઓએ તો શક્તિ મુજબ પ્રભુશાસનની આજ્ઞાઓ સમજી લેવી જોઈએ. દીક્ષા માટે શાસ્ત્રીય વિધાન :
સભાઃ “દીક્ષા માટે શાસ્ત્રની આજ્ઞા શું છે ?” | સોળ વર્ષની અંદરની ઉંમરનાને દીક્ષા આપવા માટે મા-બાપની આજ્ઞાની જરૂર છે, પણ એમાં બીજા કોઈની પણ આજ્ઞાને જરૂરી માની નથી; અને સોળ વર્ષની ઉપરનાને માટે મા-બાપની આજ્ઞા વિના ન જ અપાય એમ પણ નથી. સોળમાં પણ આઠ અને આઠની ઉપરનાને દીક્ષા અપાય જ એમાં કોઈ હરકત નથી. મા-બાપની આજ્ઞા આઠથી સોળ વર્ષ સુધીના માટે જોઈએ એ વિધિ, પણ તે પછી પણ જોઈએ જ એવી વિધિ નહિ. સોળની અંદરની ઉંમરે દીક્ષા લેનારનાં મા-બાપની રજા હોય તો પછી બીજાઓનું કશું જ લાગતું-વળગતું નથી અને સોળ વર્ષ પછી તો અજ્ઞાન અને મોહવશ મા-બાપ, અજ્ઞાનતા ભરેલી હો-હા કરે તો તેની પણ પરવા રાખવાની નથી હોતી. આ સિવાયની કુકલ્પનાથી ભરેલી જેટલી વાતો બોલાય, તે બધી જ કુમતની અને એના તરફની અભિલાષા તે કાંક્ષાવાળી વાતો છે. જો એની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામે સમ્યકત્વનો નાશ થાય.
દીક્ષાના પ્રસંગોમાં મોહાધીન આત્માઓ તરફથી ઘોંઘાટ થવો અને ભવાભિનંદી આત્માઓ તરફથી તે ઘોંઘાટને ઉત્તેજન મળવું એ બધું જ સુસંભવિત છે, એટલે એથી સમ્યગ્દષ્ટિ આત્માઓને મૂંઝવણ ન જ થવી જોઈએ. વસ્તુ અને વસ્તુના મર્મને નહિ જાણનારાઓ ગમે તેમ બોલે, તેની કિંમત શાણાઓએ ન જ આંકવી જોઈએ. દીક્ષા પ્રસંગે મોહ અને અજ્ઞાનથી ઉત્પન્ન થતા ઘોંઘાટને પાપનું કારણ માનીને “સંયમ ન લેવું જોઈએ અને ન દેવું જોઈએ એવી માન્યતા ત્યાગને માનનાર મિથ્યા મતોની પણ નથી. છતાં પણ