________________
૩૭ : સંઘની મર્યાદા - 77
૫૭૧
સાથે કે મારેં તમારી સાથે તૂટતાં વાર શી ? તમે સ્વાર્થ માટે તોડવાના, હું શાસન માટે તોડવાનો. આ ભેદ તમને હૃદયમાં જચે છે ? માટે મર્યાદા સમજો અને સાચવો. શ્રી જિનેશ્વરદેવના શાસનની મર્યાદા સ્વીકાર્યા વિના છૂટકો નથી.
1141
તમે એટલું બરાબર સમજી લો કે-તમે અમે કીમતી નથી પણ આ શાસનના યોગે આપણે કીમતી બન્યા છીએ. વ્યવહાર પણ તમારો ચોપડાના આધારે ચાલે છે ને ? ચોપડામાં ગોલમાલ કરો તો હાથમાં કડી પડે ને ? અહીં આગમ સાથે ચેડાં કરો તે ચાલે ? અહીં કોણ બેડી પહેરાવનાર છે, એમ કહો તે નભે ?
કોઈ વિરોધીએ તો લખી નાખ્યું કે ‘આ પક્ષનો (શાસન પક્ષનો) સૂર્ય આથમ્યો !' કારણ કે તમે એમના સંમેલનમાંથી વોક આઉટ કરીને પાછા આવ્યા ને ? પણ એને ખબર નથી કે શાસન પક્ષનાં મૂળિયાં ઊંડાં છે. લૂંટારાની જમાતમાંથી તો ગમે તેમ કરીને પણ શાહુકારોએ નાસી છૂટવું, એ નીતિ છે. આપણે મર્યાદાશીલ બનીએ તો બધું સીધું થાય. પ્રભુઆજ્ઞામાં જ કલ્યાણ છે એવો નિર્ધાર કરીએ, એ આજ્ઞાના ભેદ-પ્રભેદ જાણીએ, જાણીને એને હૃદયથી માનીએ તો કશો વાંધો ન આવે. આપણાં મન-વચન-કાયા એક જોઈએ. પ્રભુઆજ્ઞામાં તન્મયતા જોઈએ.
રજોહરણ એ મુનિનું ભૂષણ :
શ્રી સંઘને મેરૂની ઉપમાની વાત ચાલે છે. દુર્ગતિમાં પડતા આત્માને જે બચાવે, સદ્ગતિમાં સ્થાપે અને પરિણામે મોક્ષે પહોંચાડે તે ધર્મ. એ ધર્મ બે પ્રકારનો. મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂળગુણો એ સુવર્ણ છે અને ઉત્તરગુણો એ એમાં જડવાનાં નંગ છે. સુવર્ણને એ દીપાવે છે. આંગળીમાં મુદ્રિકા પહેરાય તે હોય સોનાની અને એને ઝળકાવે વચ્ચેનું નંગ. અહીં મુનિના, શ્રાવકના અને સમ્યગ્દષ્ટિના મૂળગુણ તથા ઉત્તરગુણ કહેવાશે. મૂળગુણ બધાના એક જ પણ મુનિને સર્વથા પાલન, શ્રાવકને યથાશક્ય પાલન અને સમ્યગ્દષ્ટિમાં ભાવના રૂપે છે. પરંતુ, ‘અમલ ન કરવો’ એવું પચ્ચક્ખાણ તો કોઈને ન હોય ને ?
‘અમારાથી અમુક ક્રિયા ન થાય તો હ૨કત શી ?’ એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? રિદ્રીની ભાવના પણ લક્ષાધિપતિ થવાની હોય ને ? ભૂખ વિના ખાવાનું મન થાય ? સમ્યગ્દષ્ટિને પૈસાની ભૂખ હોય કે મોક્ષની ? જેનું પેટ ભરેલું હોય તેને કેસરિયા મોદક આપો તોયે ના પાડે. તમને ભૂખ લાગી છે ? વિચા૨ીને બોલજો. ભૂખ લાગી કબૂલશો તો પછી મને જો શરમાળ લાગશો તો પરાણે પણ આ ઓઘો બગલમાં મૂકીશ. શરમના માર્યા તમે ભૂખ્યા રહો એવું નહીં થવા દઉં.