________________
1163 – ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વકરની ? – 79 – ૫૯૩ ચાહ વિના ન ચાલે. એની ત્યાં શી દશા થાય ? એ તો ટાંટિયા ઘસે અને લથડિયાં ખાય. ઓછા ખાનપાનથી નભે એવી ટેવ પાડવી જોઈએ. અહીં શરીરસેવાની વાત નથી પણ આમસેવાની વાત છે. આહાર આવી ગયા પછી એકદમ લેવાની ઇચ્છા ન થાય અને કલાક સુધી થોભાય એમાં ઓછું આત્મબળ નથી. આત્મસેવાના અર્થીને શરીરની સેવા ભયંકર લાગે
ડૉક્ટરોની વાત સાથે આ વાતનો મેળ નહિ મળે. ડૉક્ટર તો આ વાત સાંભળીને ગુસ્સે થશે. મૂર્ખ માનશે. કહેશે કે આમ ટાઢું કરીને ખાવાથી તો રોગ વધે. એને કહેવું પડે કે જે તમારી સહાય લેવા આવે એની પાસે આ બધી પીંજણ કરજો. બાકી તો તમે શરીરના ડૉક્ટર, આત્માની વાતમાં તમારે વચ્ચે આવવાનું નહિ.
સનકુમાર ચક્વર્તી પાસે બે દેવો ધન્વન્તરી રૂપે આવ્યા. તેમના રોગના ઔષધ ઉપચાર માટે રજા માગી. ત્યારે એ ચક્ર મહાત્માએ જણાવ્યું કે “રોગ બે પ્રકારના છે. કર્મરોગ ટાળવાનું સામર્થ્ય હોય તો પ્રયત્ન કરો. શરીરના રોગ ટાળવાનું સામર્થ્ય તો આ રહ્યું, જુઓ !” એમ કહી આંગળી મોંમાં ઘાલી એના જેવી કરી બતાવી. પણ એમને શરીરના રોગ ટાળવાની પરવા જ ક્યાં હતી ? શરીરના રોગને તો કર્મક્ષયમાં એ સહાયક માનતા હતા. દેવતાએ પણ ભૂલની ક્ષમા માગી, નમીને ચાલ્યા ગયા. આત્માની સેવાના અર્થીને શરીરની સેવા અકારી લાગે.• સેવા, નાશવંતની કે શાશ્વતની ? - શરીરના ઉપાસકો જેમ અમને મૂર્ખ કહે છે તેમ અમે એમને મૂર્ખ કહીએ છીએ. ડૉક્ટર અમને મૂર્ખ કહે, અમને એ મૂર્ખ લાગે. બેયની દૃષ્ટિમાં ફેર છે. અમે તો એને એની મૂર્ખાઈ કબૂલ કરાવીએ. અમે એને કહી શકીએ કે “તું શરીરની ગમે તેટલી સેવા કર પણ બચ્ચાજી ! એ શરીરને એક દિવસ બધા બાળી ન મૂકે તો મારું નામ કાઢી નાખજે !' એ શું કહે ? અમે કહીએ કે નાશવંત શરીરની પાછળ પાપની આચરણા પાપનો ભય મૂકીને કરવી એ મૂર્ખાઈ નહિ ? અમે તો શાશ્વત વસ્તુની સેવા કરીએ છીએ. અંતે તો શાશ્વત વસ્તુની સેવા કર્યા વિના છૂટકો જ નથી. શાશ્વત વસ્તુ પાછળ મહેનત કરવી એમાં ડહાપણ ? કે નાશવંત વસ્તુ પાછળ મહેનત કરવી એમાં ડહાપણ ? જેટલી શરીરની સેવા કરો છો તેટલી આત્માની સેવા થાય તો ? જ્ઞાની કહે છે કે એવી પદ્ધતિથી શરીરને કેળવો જેથી દુ:ખને પણ સુખ મનાય.
શ્રી જિનેશ્વરદેવે સહેલા ઉપસર્ગ આપણાથી ખમાય તેમ નથી. વગર ટેવે