Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 635
________________ ૭૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ કે તરત પાછું હઠવા માંડે. એવી એ હોશિયાર જાત છે. આવી સા૨મેય વૃત્તિવાળા કોઈ કામ ન કરી શકે. એના પર આધાર જ ન રખાય. 1184 વાણિયો બહાદુર ક્યાં ? પેઢી ૫૨. જંગલમાં કોઈ મળે તો તરત મૂંડી નીચી નમાવી એની ‘હામાં હા' કરી પાછો ફરી જાય. વાણિયાથી કેસરિયોં ન થાય. એ તો ક્ષત્રિયો જ કરે. વાણિયો કોઈને મારે તોયે પાંચ શેરી સીધી ન મારે, કોથળામાં ઘાલીને મારે. પોલીસ જુએ તોયે કહે કે હું તો ખાલી કોથળો મારતો હતો. હ્રદયનું સત્ત્વ હોય તેવા અને તેટલા જ પરિણામ આવે. સત્ત્વહીનને એવા પરિણામ ન આવે. માટે અર્થકામમાં રાચ્યા-માચ્યા રહેનારા, ખાવાપીવાને જ ટેવાયેલા, અનેક પ્રકારની લાલસાઓમાં પડેલા, એવા બધા ભૂલેચૂકે પણ અભિગ્રહ કરી નાખે એવી ગભરામણ ન રાખતા. એવા તો એક નિયમ કરે ત્યાં કેટલી છૂટ રાખે ? ‘સાજે માંદે છૂટ,’ ગામ પરગામ છૂટ’, ‘કોઈને ઘરે ગયા ત્યાં છૂટ’, ‘અકસ્માત્ ભૂલી ગયો તો છૂટ.' આમ ચારે તરફ ‘છૂટ’ - બધા દરવાજા ઉઘાડા. આ હાલતમાં આકરા અભિગ્રહ કે જીવનના સાની આશા રખાય ? દૃઢપ્રહારી ઘાતકી હતો, પણ એણે દીક્ષા લીધી કે તરત અભિગ્રહ કર્યો કેજે દિવસે મારી હિંસા મને યાદ આવે અગર કોઈ યાદ કરાવે તે દિવસ મારે અન્ન પાણી ન લેવાં.' કેવો અભિગ્રહ ? ‘કોઈ યાદ કરાવે તેમાં હું શું કરું ?' એવી બારી ન રાખી. એમને આહા૨ ક૨વા વખતે ક્યારે આવ્યો ? દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાન થયું ત્યાં સુધી આહાર કરી શક્યા જ નહિ. જે જુએ તે એમને ઘાતકી જ કહે, ઘાતકી તરીકે એકબીજાને બતાવે, મારે, પીટે, બધું જ કરે, ત્યાં યાદ ન આવવાની વાત જ કેમ બને ? જીવનનો સટ્ટો તે આનું નામ. કાય૨થી એ બને ? કાયર યુદ્ધમાં જાય ત્યારે ભાગવાના રસ્તા પહેલેથી જ જોતો જાય. ન દેખાય તો બીજાને પૂછતો જાય. શૂરો યુદ્ધમાં જાય તેની તો દુશ્મન સામે જ નજ૨ હોય. એ પોતાના ઉપર પડતા પ્રહારને પણ ન જુએ. જીવનના સટ્ટા એવા શૂરવી૨ જ ખેલે ! સવારના સાત વાગે ત્યાં ચાહ વિના ન ચાલે, બીડી વિના ચેન ન પડે, એ વળી અભિગ્રહો કરે ? એવાને તો એક નાનો એવો પણ નિયમ કરાવતાં નવ નેજે પાણી ઊતરે. - ચોમાસામાં બ્રહ્મચર્યનો નિયમ કરાવવો હોય તો કેટલી મુશીબત ! ‘આમ થઈ જાય તો ! તેમ થઈ જાય તો !' એમ સત્તર સવાલ પૂછે. મહારાજા કુમારપાલને એક જ રાણી ‘ભોપલદેવી’ હતી. રાજગાદી ૫૨ બેઠા તે વખતે જ ધર્મ પામ્યા અને ત્યારે જ નિયમ કર્યો કે આ એક સ્ત્રી સિવાય બીજી રાણી પરણવી નહિ. થોડા વખત બાદ જ ભોપલદેવીનું મૃત્યુ થયું. ત્યારે મંત્રી વગેરે

Loading...

Page Navigation
1 ... 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646