Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 637
________________ ૯૧૬ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ – 186 મહાભાગ્ય ! આજે તો કેટલાકને એટલી વાત પણ ખટકે છે, એ તેમની કમનશીબી છે. અહિંસાથી સ્વરાજ મેળવવાની વાતો અને તેનું પરિણામ સભાઃ “અહિંસાથી રાજ્ય મળે ? સ્વરાજ્ય માટેની હાલની કહેવાતી અહિંસક આ ચળવળ વાજબી ગણાય ?' હાલની વાત જવા દો. એ બધી વાતો બહુ વિષમ અને વિનાશક છે. અહિંસાથી રાજ્ય મળે પણ મેળવાય નહિ. અહિંસા તો મોક્ષ મેળવવા માટે છે. મોક્ષ સિવાય બીજા હેતુએ સેવાતી અહિંસા એ વસ્તુત: અહિંસા જ નથી. આજની કલ્પનાઓ જુદી છે અને આજની સ્થિતિ પણ વિષમ છે. કેવળ સ્વાર્થની જ જેને લગની લાગી હોય તેને આ વાત નહિ જચે. લોક જ્યારે સ્વાર્થમાં તણાય ત્યારે એ બીજું ન જુએ. પરિણામની વાત એને ન રૂચે. પરમાર્થ એ જુદી ચીજ છે. . પરમાર્થની કાર્યવાહી કઈ કહેવાય ? અને એ કોણ કરે છે? ત્યાં હેતુ શો ? એનું ફળ શું? એ બધું જાણવું જોઈએ. દાન બે રીતે દેવાય. એક દાન ત્યાગ માટે દેવાય અને બીજું નામના ખાટી માલદાર બનવા પણ દેવાય. બધામાં આ વાત સમજી લેવી. ધર્મ માટે નીતિ પળાય, પૈસા માટે પળાય, નામના માટે પળાય અને સ્વાર્થ માટે પણ પળાય. અહિંસા, સંયમ અને તપ એ મુક્તિ માટે જ છે. મુક્તિ સિવાય બીજા કોઈ પણ હેતુ માટે એનો ઉપયોગ ન થાય. અને જો બીજા હેતુ માટે ઉપયોગ કરાય તો એ વાસ્તવિક અહિંસા, સંયમ અને તપ છે જ નહિ. ... એ અહિંસાદિ ધર્મ નથી ? અહિંસા, સત્ય, સંયમ, તપથી અર્થકામ, રાજ્ય અને મોક્ષ એ બધુંયે મળે પણ એને સેવવાનાં છે મુક્તિ માટે. બીજા હેતુએ સેવે તો તે અહિંસાદિ તે તે રૂપે રહેતાં જ નથી. જનપૂજનાદિ કરણી મોક્ષ માટે છે. પૈસા ટકા માટે કે રાજ્યાદિ મેળવવા માટે એ ન કરાય - જિનપૂજા છે કલ્યાણકારિણી. પરંતુ એ પૈસાટકા કે રાજ્યાદિ માટે કરે તો તે વસ્તુઓ મળે ખરી પણ પછી કલ્યાણ ન થાય. જે અહિંસાના યોગે હિંસાની ભયંકર સામગ્રી મેળવાય તે તો હાથી વેચીને ગધેડાની ખરીદી કરવા જેવો ધંધો છે. અહિંસારૂપી મૂલ્ય ખર્ચે ભયંકર હિંસાનાં કારખાનાં મેળવાય એ ઐરાવણને સાટે રાસભ મેળવવા જેવું છે. અસત્ય વિના ક્ષણ પણ ન ચાલે એવી સામગ્રી સત્યની કિંમત ચૂકવી મેળવવી એ ચિંતામણી આપીને કાચના ટુકડાની ખરીદી કરવા બરાબર છે. સંયમથી જ અસંયમની ખરીદી કરવી તે સોનું વેચી કથીર કમાવવાનો ધંધો છે. અહિંસક ધ્યેય વિનાની અહિંસા એ અહિંસા નથી. અહિંસક ધ્યેય પ્રાપ્ત કરવાની ઇચ્છા વિના સેવાતી

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646