________________
1137
૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો :- 80 – ૯૧૭ અહિંસા એ વસ્તુત: અહિંસા નથી. જ્યાં અસત્ય વિના ચાલે જ નહિ તેવી વસ્તુ માટે સેવાતું સત્ય એ વસ્તુત: સત્ય જ નથી. અને જ્યાં અસંયમના ઊબાળા દેખાતા હોય તેવી દશા મેળવવા માટે સંયમની વાતો કરવી તે નાટકિયો સ્વાંગ છે. મરવા પડે ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે:
હું ખંડન ખુલ્લું નહિ કરું, કારણ કે આજે એમ કરવાનું પરિણામ ભયંકર છે. આજે સાચી વાતને ઊંધી રીતે ચીતરનારા ઘણા છે. (વિ.સં.) ચુમોતેરની સાલથી આ વાત હું કરી રહ્યો છું... જેમ જેમ સમય જાય છે, તેમ તેમ મારા એ વિચારો મજબૂત થતા ગયા છે. પરિણામ આજ સુધી ખરાબ જ આવ્યું છે ને આવતું દેખાઈ રહ્યું છે. આંખો મીંચીને ચાલે અને સ્વાર્થવશ પરિણામ જુએ જ નહિ, ત્યાં ઉપાય નથી. મરવાની તૈયારી થાય ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે. કેટલાક કહે છે કે હવે તો એ લોકો જમીન પર નથી ચાલતા પણ આકાશમાં ઊડે છે. હું કહું છું કે આ છેલ્લી અવસ્થા છે. અર્થકામના રસિયા મરે પણ મોટે ભાગે એના જ સન્નિપાતથી. દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારાને સન્નિપાત થયા વિના રહે જ નહિ. ઊડવા માંડે અને જમીન પરથી ઊંચે ઊડતા દેખાય ત્યારે સમજી લેજો કે એ કીડી-મંકોડીને પાંખ આવી. હવે અંત નજીક છે. બસ ! આટલામાં સમજો.. બળાબળ જોઈને કામ થાય ?
ડાહ્યો માણસ પરિણામ ન જુએ ? કોની સામે કેમ બોલવું, એ ખ્યાલ કોણ ન રાખે ? રોજની બે હજારની ફી લેનારો ધારાશાસ્ત્રી પણ સામે સોના પગારદાર ન્યાયાધીશ સામે કાયદા બહાર ન બોલે. “નામદાર !” કહીને જ વાત કરે. એ સમજે છે કે “ભલે મારી આવક બે હજારની અને એની સોની, કાયદા ભલે હું વધારે જાણું અને એને પણ કાયદા હું બતાવું, ભલે જરૂર પડે તો એ જ મને કાયદો પૂછે, ભલે પ્રસંગે વાઇસરૉયની જોડે હું બેસું અને એને તો વાઇસરૉયનું મોં જોવાની પણ તક ન હોય અને ભલે દેશમાં મારી પાછળ હજારો માણસ ફરતા હોય; પરંતુ આ હોલમાં તો એનું જ સામ્રાજ્ય છે. અહીં મારા હાથમાં કડી નંખાવવી હોય તો ક્ષણવારમાં એ નંખાવે.” આવું એ ધારાશાસ્ત્રી સમજે છે. ભલે પછી એ ગમે તે કરી શકે પણ એક વાર તો એને હાથકડી પડી જાય. માટે તો એ “નામદાર !” કહીને જ બોલે છે. દરેકે પોતાનું બળ જોવું જોઈએ. વસ્તુ સાધવા જતાં પહેલાં સાધનસંપન્નતા અને સાધનહીનતાનો વિચાર બરાબર કરી લેવો ઘટે. હજારો મનુષ્યોના સાર્થવાહ