Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 634
________________ 1183 ૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો સભા એનામાં બુદ્ધિ નથી.’ : : - 80 ૩૧૩ એ બુદ્ધિ કેમ નથી ? કારણ કે એ અટકચાળી જાત છે માટે. અયોગ્ય આત્માઓને તેવી બુદ્ધિ કે બળ મળતાં નથી. અર્થકામ માટે દુનિયા આખી સટ્ટા ખેલે છે. હવે તો મુક્તિ માટે સટ્ટા ખેલવાના છે પણ આજે એ ભાવના જ જોવા મળતી નથી. સભા બંધા એવા સટ્ટા ખેલવા માંડે તો શું થાય ?’ તમે ગભરાઓ નહિ. આજે તો કોઈ એકદમ સટ્ટો ખેલી નાખવાના નથી. એક અક્રમ કરવો હોય તો બે દિવસ તો આત્માને સમજાવવો પડે. અંતરપા૨ણે ખાટલા પર ખાવા બેસે ત્યાં જ વિચાર કરે કે હવે ત્રણ દિવસ ખાવું નથી. મારે સરખું ખાઈ લેવું એટલે તો ગુંદરપાક બનાવીને ખાય, જેથી શરીરમાં શક્તિ રહે. તીવ્ર આરાધનાનો ભાવ હોય તો જ આવો સટ્ટો થાય. બધા આવો સટ્ટો કરી નાખે એવો ભય રાખતા નહિ. હજારો વાત સાંભળે પણ કરવાની વાત આવે ત્યાં સો વિચાર આવે. ‘આમ થાય તો ? તેમ થાય તો ?’ એવી અનેક ચિંતા મનમાં થાય. પેથડશાહે પિતાજીની તમામ મિલકત તેમના હાથે જ સાત ક્ષેત્રમાં વપરાવી નાખી. અમુક વર્ષ બાદ પુણ્યયોગે પાછા ધનવાન થયા, મોટા મંત્રીશ્વર થયા અને દાનેશ્વરી પણ થયા. આ વાત તમે સાંભળી ? તેમ છતાં આપી દેવાનું મન થાય છે ? ‘આપ્યા પછી ન આવ્યું તો ?’ આવા વિચાર મનમાં આવ્યા જ કરે. ઊલટું આજે તો એમ પણ કહે કે ‘એમણે વા૫૨ી દેવાની મૂર્ખાઈ કરી તો પાંચદશ વરસ ગરીબાઈમાં કાઢવા પડ્યાં ને ?' માટે કહું છું કે શક્તિ વિનાનાથી આવા સટ્ટા ન થાય. આજે તો એક ઉપવાસ કરવો હોય તેમાં તો આગલી સાંજે એવું ખાય કે બીજે દિવસે.વાંધો ન આવે. એકાસણું કરે એમાં બમણું તો ન ખાય પણ સવાયું દોઢું તો ખાય. આવાઓથી આવા સટ્ટા કે અભિગ્રહો થાય ? અભિગ્રહમાં તો ‘મળો યા ન મળો' એ એક જ વાત છે. માટે તો પહેલા સંઘયણવાળાને જ કેવળજ્ઞાન થાય છે. પહેલા સંઘયણ સિવાય કેવળજ્ઞાન થાય તેવા પરિણામ જ ન આવે. મોક્ષે જવા જેવા પરિણામ માટે, તેમ સાતમી નકે જવા જેવા પરિણામ માટે પણ પહેલું સંઘયણ જ જોઈએ. નબળાને ગુસ્સો પણ કેટલો ? કૂતરું ભસે ખરું પણ જરા આઘે જઈને પાછું ખસે. કૂતરાને બીજું કૂતરું ગળે બચકું ભરી જાય તો પછી એ જીવી શકે નહિ તેથી કૂતરું એવો વખત આવવા જ નથી દેતું. ભસતું ભસતું બહા૨ના કૂતરા સામે જાય તો ખરું પણ પેલું જરા સામે ઘૂરકે

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646