________________
પ૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 1166 સમજે ? માટે આ બધા દેવ-ગુરુની રક્ષા માટે અખાડામાં જાય છે એ ભોળાઓને સમજાવવાની વાતો છે. લોકોને ફસાવવાની વાતો છે. એવાઓને સાચી રીતે ઓળખાવી જનતાને ચેતવો-બધું ખુલ્લું મારી પાસે જ ન કહેવરાવો. તમે પણ બુદ્ધિશાળી છો, તો મળેલી બુદ્ધિનો ઉપયોગ કરી સન્માર્ગનું રક્ષણ કરો.
મંદિરની બાજુમાંથી નીકળે પણ દર્શન કરવા ન જાય; અહીંથી નીકળે તો વ્યાખ્યાન ડહોળાવતા જાય; એને શાંતિ રાખવાનું કહેવામાં આવે તો સામા થાય; એ બધા બળવાન બની દેવ-ગુરુ-ધર્મની રક્ષા કરશે એમ ? ઊંધા બળ અને ઊંધી કેળવણીથી કદી લાભ નહિ થાય. તમારી તિજોરીઓ ખુલ્લી રાખો, તિજોરી ખુલ્લી હોવાનું જાહેર કરો. પણ એ ધર્મ માટે, ધર્મની સામે થનારા માટે નહિ-એવાને તો રાતી પાઈ પણ ન અપાય. મૂર્તિને, સાધુને, દિક્ષાને, ધર્મને હિંબગ કહેનારા કદી દેવ-ગુરુની રક્ષા નથી કરવાના. એમને તો ગળથુથીમાં જ ઊંધું શિક્ષણ મળ્યું છે કે દેશ પહેલો ને ધર્મ પછી.” આ ઝેર જ્યાં સુધી હૈયામાંથી નીકળે નહિ ત્યાં સુધી તેઓ સાચે રસ્તે આવે નહિ.
સભાઃ “પારસીઓએ ધર્મ માટે દેશ જ્યો.” ,
અરે ! દુનિયાના દર્શનકારો કહે છે કે “ઘર્થ રામપિ ત્ય’ ધર્મ માટે રાજ્ય પણ છોડવું પડે તો છોડવું. ધર્મ માટે તો સર્વસ્વનો ત્યાગ થાય. પહેલાંના રાજા મહારાજાઓ યુદ્ધમાં જતા તો ત્યાં પણ પોતાની ધર્મક્યિા ચૂકતા નહિ. સંઘમાં જેમ મંદિર સાથે હોય તેમ યુદ્ધમાં પણ મંદિર સાથે રાખતા. પૂજા વિગેરે આવશ્યક વિધિનું પાલન યુદ્ધમાં પણ ન ચૂકે.
સભાઃ “યુદ્ધમાં જય મળે તે માટે ? "
ના, ધર્મના પાલન માટે – આવશ્યક ફરજ માટે. કુમારપાળ મહારાજાનાં વાહનોમાં પણ પૂંજણી રહેતી. તેમના અગિયાર લાખ ઘોડાઓને પાણી ગાળીને પવાતું. એને માટે ખાસ નોકરો રાખ્યા હતા. એક વાર મહારાજા કુમારપાળની પૂજવાની ક્યિા જોઈને એક સેનાના નાયકને હસવું આવી ગયું. એનાથી બોલાઈ ગયું કે આવી રીતે પૂજવામાં પડેલા મહારાજા લડાઈ કેવી રીતે કરશે ? કુમારપાળ આ સાંભળી ગયા. પેલાને પાસે બોલાવી પોતાનું બળ બતાવ્યું. લોખંડના કડાયામાં બાણનો ઘા મારી કડાયું તોડી નાખ્યું; અને પછી કહ્યું કે મૂર્ખ ! આ બળ નિર્બળ અને પામર જીવોના નાશમાં ન ખર્ચાય. એના તો રક્ષણમાં જ ખર્ચાય. બળ તો દુશ્મનને બતાવાય કે જેથી દુશ્મન પણ સમજી જાય કે આને છેડવા જેવો નથી.