Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 626
________________ 1175 - ૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – ૯૦૫ પ્રચાર શરૂ કર્યો કે જોયું ? એ પોતે જ કહે છે કે, “આગમાનુસાર વર્તવાનું ન બને” આ વાત કેટલી સાચી છે ? તે વિચારો. | હું રોજ કહું છું કે આગમની બધી આજ્ઞા ન પળાય તે બનવાજોગ છે. છદ્મસ્થ જીવન-પ્રમાદી જીવન-વિષયકષાયથી ઘેરાયેલું જીવન-અનેક પ્રકારની કર્મની આધીનતાનો ભોગ બનેલું જીવન એવા આ જીવનમાં આગમની બધી આજ્ઞાનું પાલન ન થઈ શકે એ બનવાજોગ છે, કેમકે, અનાદિની દુષ્ટ વાસનાઓ આત્માને ઘેરીને પડેલી છે. શાસ્ત્ર પણ કહે છે કે એવા સંયોગોમાં આત્મા શ્રી જિનેશ્વરદેવની બધી આજ્ઞાનું પાલન ન પણ કરી શકે પરંતુ એટલો નિર્ણય તો કરવો જ પડે કે એનાથી વિરુદ્ધ વર્તવું હોય, વિરુદ્ધ ન વર્તવામાં ભય લાગતો હોય, વિરુદ્ધ ન વર્તવાની વફાદારી ન સ્વીકારી શકતો હોય, તે જૈનસંઘમાં ન રહી શકે એ સીધી વાત છે. જ્ઞાતિના બંધારણમાં જમણવાર બધા કરે જ એમ ન હોય, કોઈ અનેક પ્રકારના ઠાઠથી જમણ કરે, કોઈ પોતાની શક્તિ મુજબ સાદું જમણ કરે અને કોઈ ન પણ કરે તો એ બનવાજોગ છે. એને નભાવી લેવાય. પણ કોઈ જ્ઞાતિના નિયમોથી વિરુદ્ધ આચરણ કરે તો એને જ્ઞાતિ નભાવી લે ? કાંઈક બંધારણ તો જોઈએ ને ? શેઠિયો દાન ન દે તે ચાલે, એવો પણ શેઠિયો પણ ગામમાં રહી શકે, પણ દી' ઊગ્યે કોઈનાં ઘર ફાડે એ રહી શકે ? દાન દેવું, ન દેવું એ મરજીની વાત છે, પણ યાચકે એનું ઘર ફાડીને પણ લઈ લેવું એવો કાયદો કરાય ? કોઈ કહે કે અમે દાન તો નહીં કરીએ અને જરૂર પડ્યે બીજાનાં ઘર ફાડીએ તો તેમાં હરકત શી ? તો એને કહેવું પડે કે- ભાઈ ! તું નગરમાં વસવાને લાયક નથી. પૂર્વે ચોરની પલ્લીઓ નગરની બહાર દૂર જંગલોમાં રહેતી. તે કાળના શાહુકારો શાહ હતા માટે ચોરોને નગરમાં વસવું ભારે હતું. એ શાહુકારો ચોરને કહેતા કે તારે શાહ ન થવું હોય તો ભલે પણ તારી ઉઠાઉગીરી અહીં ચલાવી નહિ લેવાય. આથી સમજીને એ લોકો નગરથી દૂર દૂર પલ્લીઓમાં જઈને રહેતા. રાજના ભાયાતોમાં કોઈ બળવાખોર થતો તો તે રાજ્યનો ત્યાગ કરીને, નગરનો-ઘરબારનો ત્યાગ કરીને વગડામાં દૂર દૂર વસીને બહારવટું ખેડતો. એ બહારવટિયા બન્યા એટલે નગરમાં ન રહી શકે, રાજ્યસભામાં ન બેસી શકે. એ પોતે પણ સમજતા કે બહારવટું કરવું અને નગરમાં રહેવું-રાજ્યસભામાં બેસવું, એ ન બને. એ ક્યારે બને ? બધા બહારવટિયા હોય તે બને. પ્રમુખ બહારવટિયો, મંત્રી પણ બહારવટિયા હોય તો એ બધા સાથે બેસી શકે એમ

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646