________________
૯૦૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
(1176 બને. બાકી તો રહેવું રાજમાં, બેસવું રાજસભામાં આજે કરવું બહારવટું એ કેમ બને ? બહારવટાનો અર્થ જ એ છે કે બહાર ભટકવું અને રખડી ખાવું. એને ગામ કે નગરમાં રહેવાનો કાયદો નથી.
શ્રી જિનેશ્વરદેવોએ તો સંખ્યાબંધ આજ્ઞાઓ કરી છે. એ બધી આજ્ઞાઓનું પાલન ન કરી શકો એ બનવાજોગ છે. ભલે સૌ પોતપોતાની ભૂમિકા મુજબ આજ્ઞા પાળે. છઠ્ઠા ગુણઠાણાવાળો એની ભૂમિકા મુજબ આજ્ઞા, પાળે, પાંચમાવાળો એની મર્યાદા મુજબ અને ચોથાવાળો એની મર્યાદા મુજબ પાળે. જે જે ગુણઠાણે રહેલા હોય તે ત્યાંના ગુણ મુજબ; ભૂમિકા મુજબ અને પોતાની શક્તિની ખિલવટ મુજબ આજ્ઞા પાળે, પણ આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તવાનું તો બધાથી બને ને ? છઠ્ઠા ગુણઠણે પ્રમાદ સેવે પણ સેવવા જેવો ન માને !
મુનિ કહે ગુણઠાણે છે. એ ગુણસ્થાનકનું નામ જ પ્રમત્ત ગુણસ્થાનક છે. મુનિ પ્રમાદ સેવે એ નભે પણ પમાદ સેવવા જેવો છે એમ કહે તો એ નભે ? ન જ નભે.
સભાઃ મુનિથી પ્રમાદ સેવાઈ જાય કે સેવે ?
સેવે. જે વાત જેવી હોય તેવી ખુલ્લી કરવાની. એ ગુણસ્થાનકનું નામ જ પ્રમત્તગુણસ્થાનક છે. “સેવાઈ જાય એવું ક્યાં કહેવાય ? ભગવાન મહાવીરદેવ માટે એ કહેવાય. સાડા બાર વર્ષના છદ્મસ્થ કાળમાં બે ઘડીની નિદ્રા આવી ગઈ, ત્યાં સેવાઈ જાય એમ કહેવાય. એ બે ઘડીની નિદ્રા લીધી નથી પણ આવી ગઈ છે. જ્યારે અહીં તો રોજ ચાર-છ કલાક ઊંઘવા જોઈએ, રોજ એ રીતે ઊંઘીએ ત્યાં સેવાઈ જાય એમ કેમ કહેવાય ? “સેવીએ છીએ' એમ જ કહેવું પડે. ઊંઘવા માટે તો સૂઈએ છીએ ને ! જાગવા સૂઈએ કે ઊંઘવા ? કહેવું જ પડે કે ઊંઘવા.
શ્રી ઋષભદેવ ભગવાનને એક હજાર વર્ષમાં એક અહોરાત્રીની નિદ્રા. ત્યાં સેવાઈ જાય” એમ કહેવાય. ભ. મહાવીરદેવ માટે એમ કહેવાય. પણ અમે મુનિઓ તો રોજ ઊંઘીએ, રોજ ઊંઘવા જોઈએ, ત્યાં નિદ્રા સેવીએ છીએ એ ખુલ્લી વાત છે. પ્રમાદ જરૂર સેવીએ છીએ. છઠ્ઠા ગુણઠાણાનું નામ જ પ્રમત્તગુણસ્થાનક છે. ભગવાનનું ગુણસ્થાનક પણ છઠું પણ તે ઉચ્ચ કોટિનું. સાતમાની સાથે ગેલ કરતું હોય એવું, એ છહું પણ સાતમા જેવું, એમ કહેવામાં વાંધો નથી. એકેક મહિનો, બબ્બે મહિના, ચાર-ચાર મહિના કે છ-છ મહિના અરે બાર મહિના સુધી આહાર-પાણીની પરવા વિના વિહરનારા અને એક સ્થાને મહિનાના મહિનાઓ સુધી અડગપણે ધ્યાનમાં ઊભા રહેનારા, એ તારક