Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 625
________________ ૩૦૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ 1174 કહે છે કે - “બ્રિટિશોનું તંત્ર તો પ્રપંચી અને સ્વાર્થી હોઈ તેને ભય હોય માટે તે વફાદારીના સોગંદની સ્કીમ ગોઠવે પણ શાસન જો સાચું હોય, કદી ડોલાયમાન ન થાય તેવું હોય તો એને રક્ષણની કે આવા વફાદારીના સોગંદ લેવરાવવાની શી જરૂર ?' આ કેવી ઊંધી વાત છે ? સોગંદ લેવરાવે છે કોણ? જે જેને માને તેણે પોતે વફાદારીના સોગંદ લેવા જોઈએ. આટલી સાદી અને સીધી વાતને પણ પ્રપંચથી કેવી રીતે ઉલટાવે છે ! નિયમરૂપ શિલા ઉપર ઉજ્વલ ચિત્તરૂપ શિખરો? મુદ્દો એ છે કે આજના સ્વતંત્રતાવાદીઓને પોતાના જીવન ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ પાલવતો નથી; જ્યારે આ મહર્ષિ કહે છે કે – પાંચેય ઇંદ્રિયો અને મન એ છને અંકુશમાં રાખે, આડાંઅવળાં ન જવા દે, તેવી તાકાતવાળા નિયમને આધીન થનાર આત્માનાં ચિત્ત જ શ્રી સંઘરૂપ મેરૂના ચિત્રકૂટની . ઉપમાને પામે છે. મેરૂ પર્વત કૂટોથી જ શોભે છે: કૂટ વિનાનો પહાડ બાંડો લાગે. એ રમણીય ન દેખાય. કૂટ વડે રમણીય લાગતો એ પહાડન્ચોમેર ઝળહળતો દેખાય છે. જેમ મેરૂ પર્વત પર અનેક કૂટો ગોઠવાયેલા હોય તેમ શ્રીસંઘમેરૂ પર પણ અનેકાનેક શિખરો શોભાયમાન હોય; પણ એ ક્યારે ? નિયમોરૂપ શિલા હોય તો ને ? એ શિલા જ ન હોય અગર હોય તો ભાંગેલી હોય, તો? એ શિલાની જગ્યાએ આ મહર્ષિ ઊંચા પ્રકારના નિયમોની વાત મૂકે છે. એ વાત કરું તે પહેલાં વર્તમાનમાં એ વિષે શી વાતો ચાલી રહી છે તે તમારી પાસે મૂકું છું. એ લોકો કહે છે કે – આવું સુંદર માનવજીવન મળ્યું, તેમાં આવાં સુંદર ભોગનાં સાધનો મળ્યાં, પછી તેના ઉપર આવા અંકુશનાં બંધન શા માટે ? બંધન તો ભય હોય તે ઊભાં કરે. જૈનશાસનને ભય શો છે ? ધર્મશ્રદ્ધાળુને બીક શાની ? યમ, નિયમ, તપ આ બધું શા માટે ? જ્યાં સ્વતંત્રતાનું હરણ થાય ત્યાં ધર્મ કઈ રીતે રહે ?” આજના ગગનવિહારી સ્વતંત્રતાવાદીઓના આ ઉદ્ગારો છે. આજ્ઞાન પળાય એ બને પણ એનાથી વિરુદ્ધ તો ન જ બોલાય? એ લોકોનો પ્રશ્ન છે કે-“શું વાતવાતમાં આગમની જ આધીનતા ? ખાતાં આગમ જોવું, પીતાં આગમ જોવું, બોલતાં પણ આગમ સામે દૃષ્ટિ રાખવી, અરે ! દુનિયાની પ્રવૃત્તિ માત્ર કરતાં આગમ સામે જ દૃષ્ટિ રાખવી, આગમાનુસાર થાય છે કે નહિ અથવા વિરુદ્ધ તો નથી થતું ને.? આ કાળજી દરેક વાતમાં રાખ્યા કરવી, એ બધું કેમ પાલવે ?” આપણે કહ્યું કે-“આગમની બધી આજ્ઞા ન પાળી શકાય એ બનવાજોગ છે. ત્યારે એને ઊંધી રીતે લઈને અવળો

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646