________________
૩૦૭
૪૦: મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80
૫૨માત્માઓની વાત શી કરવી ? તોયે ત્યાં ગુણસ્થાનક તો છઠ્ઠું જ કહ્યું. અને રોજ ચાર-છ કલાક ઊંઘનાર મુનિનું ગુણસ્થાનક પણ છઠ્ઠું કહ્યું.
1177
એ જ રીતે બાર વ્રત પાલન ક૨ના૨નું તેમ જ ઓછાં વ્રત યાવત્ એક વ્રત પાલન કરનારનું પણ ગુણસ્થાનક પાંચમું કહ્યું.
શ્રી જિનેશ્વ૨દેવ જેવા અથવા એવા મહાપુરુષો માટે પ્રમાદ સેવાઈ જાય એમ કહેવાય. આપણે તો સેવીએ છીએ. એમ મહાત્માઓ પારણું પણ તપ માટે કરતા હતા. માસખમણને પારણે માસખમણ, છઠ્ઠને પારણે છઠ્ઠ, અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરતા હતા પરંતુ તેમનું એ પા૨ણું પણ બીજા તપ માટે હતું. કંઈક તપસ્વીઓ પા૨ણે આયંબિલ કરતા, તેમાંયે રસકસ વિનાનો આહાર અને જે અવસરે જે મળે તે, લઈને વાપરતા હતા. એ પારણું શા માટે કરતા હતા ? આટલો ટેકો નહિ મળે તો બીજો તપ નહિ થાય એ માટે. એમના આવા પ્રકારના આહા૨ને રુચિપૂર્વકનો આહાર ન કહેવાય.
શ્રી શાલિભદ્ર અને શ્રી ધનાજી માસખમણને પારણે ભિક્ષાએ ગયા, માતાને ત્યાં ભિક્ષા ન મળી, પાછા વળ્યાં. ત્યાં ગામને દ૨વાજે રબારણ (શાલિભદ્રની પૂર્વભવની માતા) પાસેથી દહીંની ભિક્ષા મળી. માત્ર એ દહીંથી જ પારણું કરી અણસણ લઈ વૈભારગીરી પર જઈને સૂતા. અંત૨પારણું કહો કે ઉત્તરપારણું કહો, બધું એ દહીંથી જ. એ આહાર ગણાય ? કહો કે આહાર નહિ પણ ટેકો.
તમે એક ઉપવાસ કરો ત્યાં પારણે કેટલી ચીજો ? ઉપવાસની આગલી સાંજે અને ઉપવાસની બીજી સવારે કેટલી ધમાધમ ? આપણી સ્થિતિ જ જુદી છે. એ મહાપુરુષો માટે ‘પ્રમાદ સેવાઈ જાય' એમ કહેવાય. આપણે તો સેવીએ છીએ. પોતાની જાતને જેવી હોય તેવી ઓળખાવવામાં જરા પણ ભય રાખવો નહિ. છેલ્લાં કાળમાં જન્મવું, પડતા કાળમાં રહેવું, પાંગળા થઈને ફરવું અને બહાદુરીનાં બણગાં ફૂંકવાં એમાં ડહાપણ નથી પણ મૂર્ખાઈ છે.
મુનિ પ્રમાદ સેવે છે પણ એ સેવવાથી એનું છઠ્ઠું ગુણ જતું નથી પણ ‘પ્રમાદ સેવવો જોઈએ, કેમ ન સેવીએ ? એમાં શું થઈ ગયું ? કોણ નથી સેવતું ?' આવું આવું બોલે તો છઠ્ઠું તો જાય, પણ પાંચમું અને ચોથુંયે જાય, યાવત્ પહેલું આવે. પ્રમાદ ન સેવવાની આજ્ઞા છઠ્ઠ ગુણસ્થાનકે રૂઢ નહિ. એ ગુણસ્થાનકે ‘પ્રમાવા હૈયાઃ' પ્રમાદો ત્યાજ્ય કહ્યા, પણ- ‘નેવ સેવનીયાઃ’‘ન જ સેવવા’-એમ ન કહ્યું. ‘ન જ સેવવા’ એ વાત સાતમે ગુણસ્થાનકે કહી..