________________
ઉ૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1180 પૂર્વજોના પુણ્ય આ નભે છે. સારી નામાંકિત પેઢીમાં ખોટો વહીવટ દાખલ થાય તો શરૂમાં બે-પાંચ વરસ વાંધો નથી આવતો, જાનું નામ હોય, વહીવટ સારો હોય, તેમાં છોકરો કુલાંગાર પાકે ત્યારે તરત તો પેઢીને વાંધો નથી આવતો. અમુક વખત જાય. વાયદા ન ચૂકવાય, ત્યારે ધીરે ધીરે વાત ફેલાવા માંડે અને બે-પાંચ વર્ષે વહીવટમાં વાંધા આવે. જે પેઢીની નામના દેશવિદેશમાં ફેલાઈ ચૂકી હોય, સૌ કોઈ સામેથી ધીરવા આવતા હોય, ન રાખે તોયે પરાણે થાપણ મૂકી જતા હોય એવી એવી પેઢીનો કુશળ વહીવટદાર માલિક મરી જાય અને તેની જગ્યાએ એનો મૂર્ખ દીકરો આવે તો પણ પૂર્વની નામનાથી બે-પાંચ વરસ વાંધો નથી આવતો. એ જ રીતે વર્ષોથી ચાલ્યા આવતા આ શાસનમાં એમના પૂર્વજોએ ધર્મબદ્ધિએ સેવા કરી છે તેની રૂએ એ ગાદીએ આવેલા અયોગ્ય હોય તો પણ તેમને આજ ને આજ ન ઉઠાડાય. એ તો પુરવાર કરે કે અમારા બાપદાદાએ આ બધું માંડ્યું હતું ત્યારે તમારે કામ થાય. મુક્તિ માટે જીવનનો સટ્ટે ખેલતા રાજર્ષિ કુમારપાળ :
જૈનશાસનની આજે આ હાલત છે. પંચમ કાળ છે, દિવસ પડતા છે, પુણ્યવાન હોય તે બચે. તે ભાગ્યવાન. ગબડ્યા તે ગયા. પહાડની ટોચ પર ચાલતા હોય ત્યારે ભયંકર વાયુનો ઝપાટો આવે ત્યારે ટકવું સહેલું નથી. માંડ એક એક પગલું મુકાય એવી જમીન છે ત્યાં એ દશામાં કોઈ પડે તો નવાઈ છે ? વગર પચ્ચે ટકીને ચઢી જાય એ નવાઈ; તોફાની સાગરમાં સ્ટીમરમાં બેસીને જનારો હેમખેમ પહોંચે તે નવાઈ, બાકી ડૂબે તો થાય કે જોખમ તો હતું જ. જીવનનો સટ્ટો ખેલ્યા સિવાય સ્ટીમર કે પ્લેનમાં બેસાતું નથી. અર્થકામના ઉપાસકો આવા જીવનના સટ્ટો ખેલે છે તો મોક્ષના ઉપાસકો મોક્ષ માટે જીવનનો સટ્ટો કેમ ન ખેલે ? કઠિન કામ છે એ વાત સાચી. ત્યાં જીવનનો સટ્ટો ખેડનાર ઘણા, અહીં ઓછા, કારણ કે ત્યાં અર્થકામ પ્રત્યે મમત્વ છે, અહીં મમત્વ નથી. એ મમત્વ આવે પછી કહેવું નહિ પડે.
શ્રી કુમારપાળ મહારાજાએ મુક્તિ માટે જીવનના સટ્ટા કેટલી વાર ખેલ્યા, એ જાણો છો ને ? એમણે ત્રણ ત્રણ વખત એવા સટ્ટા ખેલ્યા છે. એક કંટકેશ્વરી દેવી સામે, બીજો છએ ઋતુનાં પુષ્પો માટે અને ત્રીજો તાડપત્રો માટે. ત્રણ લોકના નાથની છએ ઋતુનાં પુષ્પોથી પૂજા કેમ ન કરું? બસ ! છએ ઋતુનાં પુષ્પોથી અંગરચના ન કરી શકે ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ. હવે એક ઋતુમાં છ ઋતુનાં ફૂલ આવે ક્યાંથી ? આવો અભિગ્રહ એ તો જીવનનો સટ્ટો છે ને ? એવાં ફૂલો મળે નહિ તો આહારપાણી વિના જિવાય ક્યાં સુધી ? પણ