Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 623
________________ ૪૦ મુક્તિ માટે જીવનનો સટ્ટોઃ 80 વીર સં. ૨૪૫૯,વિ.સં. ૧૯૮૭ ફાગણ સુદ-૪, મંગળવાર, તા. ૪-૩-૧૯૩૦ વફાદારીના સોગંદ : • નિયમરૂપ શિલા ઉપર ઉજ્વળ ચિત્તરૂપ શિખરો : • આજ્ઞા ન પળાય એ બને પણ એનાથી વિરુદ્ધ તો ન જ બોલાય : છા ગુણઠાણે પ્રમાદ સેવે પણ સેવવા જેવો ન માને : સ્વતંત્રતાવાદીઓને આવાં બંધનો કેમ ગમે છે ? • પૂર્વજોની ખ્યાતિના પ્રતાપે : • મુક્તિ માટે જીવનનો સટ્ટો ખેલતા રાજર્ષિ કુમારપાળ : • અહિંસાથી સ્વરાજ મેળવવાની વાતો અને તેનું પરિણામ : • આ વેશથી પણ ધર્મ કોણ કરી શકે ? • ...એ અહિંસાદિ ધર્મ નથી : મરવા પડે ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે : બળાબળ જોઈને કામ થાય : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રીદેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂ પર્વતની સ્તુતિ કરી રહ્યા છે. તેઓશ્રી મેરૂગિરિ સાથે શ્રી સંઘની સરખામણી કરે છે. તેમાં પીઠનું વર્ણન આપણે જોઈ ગયા. શ્રી સંઘરૂપ મેરૂને સમ્યગ્દર્શનરૂપ પીઠ હોવી ઘટે અને તે પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય. એ દઢતા આદિ કેમ આવે તે આપણે બતાવી ગયા. તે પછી મેખલાનું સ્વરૂપ બતાવ્યું. શ્રી સંઘમેરૂની શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમય મેખલા હોય એ વાત આપણે કરી ગયા. તેમાં મૂલગુણો સુવર્ણને સ્થાને છે અને ઉત્તરગુણો રત્નના સ્થાને છે. મૂલગુણ અને ઉત્તરગુણરૂપી ધર્મ આત્માને દુર્ગતિથી પડતાં બચાવી શકે છે અને સદ્ગતિ સરજી શ્રી મુક્તિપદે પહોંચાડે છે. એ રીતે ધર્મરૂપ મેકલાનું વર્ણન કર્યા બાદ હવે ચિત્રકૂટનું વર્ણન કરે છે. મેરૂના તમામ પદાથો સાથે સરખામણી કરવાની છે. મેરૂપર્વત આખો સોનાનો છે. એની સુવર્ણમય શિલાતલ પર અનેક ચિત્રકૂટો (શિખરો) ગોઠવાયેલાં છે જે સ્વચ્છ અને દીપ્તિમાન હોઈ ઝળહળી રહેલાં દેખાય છે. એ જ રીતે શ્રી સંઘરૂપ

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646