________________
1168
૫૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સામે આવતું જોઈને પણ બાહુબલિ ગભરાયા નથી. એ મનમાં વિચારે છે કે ‘હમણાં મૂઠી મારી ચનો ભુક્કો કરી નાંખું છું.' જેવા વીર હતા તેવા જ ધીર હતા. સાચા બળવાનને ગુસ્સા સાથે વૈર હોય. સાચા બળવાનને કોઈના બૂરાની ભાવના સાથે મેળ જ ન હોય.
સાચા બળવાન કદી ઉગ્ર થઈને દુશ્મનને ઉછાળે પરંતુ પાછા એને બચાવવા એ જ ઊભા રહે. ભરત મહારાજાને બાહુબલીએ આકાશમાં ઉછાળ્યા પણ પછી તરત થયું કે, મોટી ભૂલ થઈ ગઈ. આટલા ઊંચેથી ભાઈ નીચે પછડાશે તો હાડકાં ભાગીને ભુક્કો થઈ જશે. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તરત હાથ લાંબા કરી પોતે જ ભાઈને ઝીલી લીધા. આજે આવો બળવાન હોય ને કોઈને ઉછાળે તો પછી ઝીલવા તૈયાર થાય ?
સભા : 'આજે તો ઝીલવાને બદલે નીચે ભાલા ગોઠવે.'
પામી આવા હોય ? તલવાર તેને દેવાય કે જેને મ્યાન કરતાં આવડતી હોય. ક્યાં વાપરવી, ક્યાં ન વાપરવી, એની જેને ગમ ન હોય તેના હાથમાં તલવાર ન અપાય. બાળકના હાથમાં ચપ્પુ રમવા ન અપાય. એ તો લોહી કાઢે, ને વખતે પ્રાણ પણ ગુમાવે. બળવાનની વાત જુદી અને નબળાની વાત જુદી અને અજ્ઞાનીની વાત પણ જુદી.
વાણિયા લડવા ભેગા થાય તો આખું ગામ જાણે અને બે ક્ષત્રિય લડે તો એ બે જ જાણે, ને હિસાબ ચૂકતે કરે. વાણિયો તો મુક્કી મારવી હોય ત્યાં બાંહ્યો ચઢાવે. હવે મુક્કી મારવી એમાં બાંહ્યો ચઢાવવાની શી જરૂર ? પણ મનમાં ભય કે એક મારું ને બે પડશે તો ? એટલે બાંહ્ય ચઢાવી દેખાવ કરીને જ સંતોષ માને.
આપણું કહેવાનું એ છે કે જેઓ દેવ-ગુરુ-ધર્મના રક્ષક હોય, સેવક હોય, તેનાં લક્ષણ જુદાં હોય. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય અને વહુનાં લક્ષણ બારણમાંથી જણાય. એ બારણામાં પગ મૂકતાં જ ધડાકા કરે તો સમજવું કે કુલીન નથી. મર્યાદાશીલ હોય તો સમજવું કે કુળવધૂ છે; કુળની શોભા વધારનારી છે. અકુલીન હોય તો આવતાંવેંત ધણીને મા-બાપથી જુદો કરે . માબાપ કહે કે પાળી પોષીને મોટો તો અમે કર્યો અને હવે આમ ? તો પેલો કહે કે- ‘એ બધું હવે ભૂલી જાઓ. અત્યારે તો હું એનો છું, તમારો નથી.' માબાપ સમજી જાય કે ‘લહાવા લેવાઈ ગયા. આવી ખબર પહેલી પડી હોત તો ઘોડે જ ન ચડાવત, વાજાં ન વગડાવત અને માંડવો ન બંધાવત..પણ આ તો રાંડ્યા પછીનું ડહાપણ થયું. એ કામનું શું ? આ દશા છે.