________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
૫૯૭
ભગવાન શ્રી મહાવીરદેવના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને ચીર્યો હતો એ પ્રસંગ યાદ છે ને ? શાલિના ક્ષેત્રની રક્ષા માટે બીજા રાજાઓ પણ જતા; પરંતુ, એ શું કરતા ? આગળ હાથીઓ રાખે, પાછળ સૈન્ય ગોઠવે, છેલ્લે પોતે રહે. પેલો સિંહ હાથીઓને અને સૈનિકોને મારી ખાય, ત્યાં સુધીમાં સમય પૂરો થાય એટલે પોતાની રક્ષા ક૨વાનો કાળ પૂરો કરી એ રાજાઓ જાતને બચાવી પાછા ઘરે પહોંચી જતા.
1167
ત્રિપૃષ્ટનો વારો આવ્યો અને તેણે જ્યારે આ વાત જાણી, ત્યારે એને આશ્ચર્ય થયું. એ કહે છે કે- ‘શું આવા ક્ષત્રિયો ? એ સૈન્ય લઈને ત્યાં પહોંચ્યો ત્યારે મરેલા હાથીઓ ને મનુષ્યોનાં હાડકાંના ઢગલા પડેલા જોયા. સેનાને એક બાજુ રાખી પોતે ૨થમાં બસીને સિંહ જે સ્થાને રહેતો ત્યાં સામો ગયો. સિંહને બહાર આવવા પડકાર કર્યો. ગુફામાં પડેલા સિંહે આંખો ઊંચી કરી તિરસ્કારપૂર્વક તેની સામે દૃષ્ટિ કરી. એને થયું કે આ વળી. કોણ નવો આવ્યો ? બાળક જેવો જોઈ મૂર્ખ સમજી આંખો પાછી મીંચી દીધી. સિંહ પણ વનરાજ છે. પરંતુ જેવો એ સિંહ છે તેવો આ પણ નરસિંહ છે.’
ત્રિપૃષ્ઠે ફરી સિંહને પડકાર્યો અને કહ્યું કે - ‘આળસુ થઈને કેમ પડ્યો છે ? તારો દુશ્મન સામો આવ્યો છે તો ઊભો થા અને બતાવ તારું પરાક્રમ !'
હવે સિંહ ઊઠ્યો. ધીમે ડગલે ગુફામાંથી બહાર આવ્યો. સામે આવી રહ્યો છે ત્યારે ત્રિપૃષ્ટ વિચાર્યું કે સિંહ પગે ચાલીને સામો આવે છે ત્યારે મારાથી વાહનમાં ન બેસાય. તરત પોતે પણ વાહનથી નીચે ઊતર્યા. વળી વિચાર્યું કે સિંહ હથિયાર વિનાનો છે તો મારે પણ હથિયાર ન રખાય. એટલે હથિયાર પણ એક બાજુ મૂકી દીધાં. સિંહ પણ આશ્ચર્ય પામે છે. એને થાય છે કે-‘કેવો ગમાર છે ! ઊગીને ઊભો થતો આ બાળક કેટલું સાહસ ખેડે છે ?'
આપણો મુદ્દો એ છે કે આવા બળવાન અને ક્રૂર દુશ્મન સામે પણ સાચા વીરપુરુષો આ રીતે ન્યાયપૂર્વક લડતા. લડનારા તે આનું નામ. તમે હો તો શું કરો ? દુશ્મનની પીઠ પાછળ ઘા કરાય ? પીઠ પાછળ ઘા કરનારા તો બાયલા છે. છૂપું નામ રાખી ગાળો દેનારા પણ એવા જ બાયલા છે. ‘મારી નાખું, મારી નાખું' એમ બળવાન ન બોલે, ભસતાં કૂતરાં કરડે નહિ અને ગાજ્યા મેઘ વરસે નહિ. બળવાન કદી બોલ બોલ ન કરે. એ તો પડકાર કરીને કહે કે શૌર્ય બતાવ !'
ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર મૂક્યું ત્યારે ‘હાહાકાર’ થઈ ગયો છે. દેવો ને વિદ્યાધરો પણ ભાગાભાગ કરવા લાગ્યા છે; પરંતુ ચક્ને પોતાની