________________
1169
- - ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79
– ૫૯૯
અમારો વિરોધ ક્યાં?
દેવ-ગુરુ-ધર્મની રક્ષા કરનારાની પ્રવૃત્તિ, ભાવના અને ભાષા કેવા પ્રકારની હોય ? એમને પૂછો કે તમારો મૂળ વાંધો ક્યાં છે ? એ કહેશે કે આ સાધુઓ તો દુનિયાની પ્રગતિની આડે આવે છે. હું કહું છું કે તમારી પ્રગતિની નહીં પણ અવગતિની આડે આવીએ છીએ. તમારી શક્તિનો વિકાસ થાય તેમ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તમને પ્રેમ વધતો હોય તો રાજી થાત. કહેત કે ખરેખર ! જૈન સમાજમાં આ હીરા પાક્યા છે. પણ આ તો ભક્તિમાં અંતરાય નાંખે અને બાવળિયા જેવા થાય તેને ક્યાં નાખવા ? હવે તો વંદન કરવા આવનારને પણ
ઓળખવા પડે. પગમાં માથાં મૂકનારા પણ એવા હોય છે કે વંદના કરતાં કરતાં પણ વેર વાળી લે. આવા ભાગ્યશાળીઓ પણ અમારા જોવામાં આવી જાય. તમે તો સુરતથી બેઠા એટલે સીધા મુંબઈ ઊતરો. અમે તો ગામેગામની હવા લેતા આવીએ, એટલે બધાને ઓળખીએ. સાધુને વાણિયા ઠગી જાય એવું ન માનતા. બાકી સાધુ ડાહ્યા હોય બોલે તો બોલે નહિ એ વાત ખરી. આ તો જ્યારે ધર્મના નામે ધમાલ થાય ત્યારે બોલ્યા વિના ચાલે નહિ. ઘેર કે બજારમાં તમે ગમે તેમ કરતા હો તો ત્યાં હું કહેવા ન આવે. સમજું કે બધા જીવો કર્માધીન છે. પછી ત્યાં બોલવાનું શું ? સમજે તેને સમજાવીએ. બોલવાના સમયે બોલ્યા વિના ન ચાલે. •
- મોહની ચેષ્ટાને જ્યારે ધર્મના નામે ચડાવવામાં આવે ત્યારે બોલ્યા વિના રહેવાય ? જો તેઓ એમ કહે કે “અમે અમારા શરીરના વિકાસ માટે, વ્યવહારુ અગવડ ટાળવા માટે આ ખેલકૂદ કરીએ છીએ અને પ્રસંગે ધર્મરક્ષા માટે પણ ઊભા રહીશું.” તો તો માનીએ કે એ વાત ઠીક છે. જેટલા અંશે ધર્મ કરે તેટલા અંશે પુણ્યવાન. પણ એ ધમાચકડીની ક્રિયાને ધર્મનું ઉપનામ આપે તો બોલ્યા વિના કેમ રહી શકીએ ?
કોઈ કહે કે પાંચ લાખ કમાયો ને પાંચ હજાર ધર્મમાં વાપર્યા, તો કહું કે તું પુણ્યવાન કે તને પાંચ હજાર ધર્મમાં વાપરવાનું મન થયું પણ એ એમ કહે કે ધર્મમાં વાપરવા માટે ધંધો કરું છું' તો કહું કે “એવો ઢોંગ ન કર.”
આ બધા બળ શા માટે મેળવે છે ? આજના એ બળવાન જાત્રાએ જતા હોય ને રેલવેમાં બે બીજા બેસવા આવે તો જો પેલા નબળા હોય તો ડબામાં પેસવા દે કે આગળ રવાના કરે ? પેલો જોર કરી બેસવા જાય તો ઠોંસા મારીને ઊભો કરે. આ બળવાન કહેવાય ? સાચો બળવાન તો ત્યાં એમ કહે કે-“મારું શરીર કસાયેલું છે તેથી હું ઊભો રહી શકું છું, માટે આપ બેસો !”