________________
પ૯૪
-
1164
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ક્યાંથી ખમાય ? પાપાત્મા સંગમે પરમાત્મા મહાવીરદેવને એક રાત્રીમાં વીસ ભયંકર ઉપસર્ગ કર્યા હતા જેનું વર્ણન સાંભળતાં પણ આપણને ત્રાસ થઈ જાય. એમણે જે સહન કર્યું તે સાંભળતા આપણાં હૈયાં હચમચી ઊઠે છે. જે સાંભળવું પણ આપણા માટે મુશ્કેલ, તેને એ સહી કેમ શક્યા હશે ? એવી અનુપમ શક્તિ કઈ રીતે મેળવી હશે ? એ અભ્યાસનું પરિણામ છે. એવો અભ્યાસ નથી કેળવાયો, એવો અભ્યાસ કરવાની મનોવૃત્તિ નથી કેળવાઈ, ત્યાં સુધી બધું કઠિન જ લાગે. દુનિયાની સેવા માટે જે અભ્યાસ થાય છે તે આત્મગુણ કેળવવા, ખીલવવા થાય તો કામ થાય, બેડો પાર થાય. વ્યાયામ, અખાડા શા માટે? સભાઃ “અખાડામાં વ્યાયામ કે કસરત દેવગુરુ ધર્મની રક્ષા માટે ફરતા હોય તો
વાંધો ખરો ? દેવ, ગુરુ, ધર્મની રક્ષા માટે એ વ્યાયામ કરનારાને પૂછો કે, દેવ, ગુરુ, ધર્મને તમે ઓળખ્યા છે ? સમજ્યા છે ? દેવને રોજ નમો છો ? ગુરુ પાસે ઝૂકો છો ? ધર્મને માનો છો ? કે એ ત્રણેને હમ્બગ કહો છો ? કાલે તો વેપારી પણ કહેશે કે મેં પેઢી દેવ, ગુરુ ધર્મની સેવા માટે ખોલી છે તો માની લેવું ને ? પછી બધા જ એમ કહેવા લાગે કે અમે મિલો, કારખાનાંઓ, કંપનીઓ દેવ, ગુરુ, ધર્મની સેવા માટે ખોલી છે તો એ પણ સાચું ? એ બધા ઢોંગ-ધતૂરા જવા દો, જ્યાં દેવ, ગુરુ, ધર્મની રક્ષાનું ધ્યેય હોય ત્યાં દેવપૂજા વિના ખાવું ભાવે ? સભા: “હુલ્લડ વખતે કોઈ દેખાતા નહોતા ?
ક્યાંથી દેખાય ? એ બધી.વાહિયાત વાતો છે. વેપારી કહે કે હું દેવ, ગુરુ, ધર્મ માટે વેપાર કરું છું તો એને પૂછો કે દેવ-ગુરૂની સેવા માટે આપ્યા કેટલા એ આપવાની વાત આવે ત્યાં તો કહે કે-ફાવે તો આપીએ. કાંઈ બંધાયેલા થોડા છીએ ? પણ પાછા બોલે એમ કે પેઢીમાં આવક થાય તો કેસર સુખડમાં અપાયને ? કદી કેસર સુખડમાં પાંચ આપે પણ ખરો પરંતુ હજારો તિજોરીમાં કેમ મૂકે છે ? પાંચ આપે એ પુણ્યોદય પણ પેઢી દેવ, ગુરુ, ધર્મ માટે કહેવાય ? પ્રચારની પોકળતાઃ
સભાઃ “બોર્ડ તો દેવ-ગુરુ-ધર્મની રક્ષાનાં લટકાવાય છે !' .
બોર્ડની વાત જવા દો. આજના બોર્ડોની કિંમત કેટલી ? “તાજો માલ' અને “એક ભાવનાં બોર્ડ વાંચી એ દુકાનમાં ખરીદી કરવા જનારા મોટા ભાગે માર ખાઈને આવે છે. “તાજી ચાહ” ને “ઉત્તમ ભોજનનું બોર્ડ વાંચી એ હોટલમાં