Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 613
________________ ૫૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ બન્યા ત્યારે ગમે તેવા ઉત્તમ ભોજનો ભાણામાં આવે તો પણ પહેલાં તો રોટલાનું બટકું ખાય પછી જ જમે, જેથી પૂર્વની સ્થિતિ ભુલાય નહીં. એ વિચાર કરે કે ભલે આજે તો શીરાપુરીના ઝાકઝમાળ છે પણ કાલે કદાચ ચાલ્યા પણ જાય; જ્યારે, આ રોટલો તો હંમેશનો છે; ગમે ત્યારે પણ મળી જવાનો; માટે આને ભૂલવો નહિ, જેથી એવા વખતે મૂંઝવણ ન થાય. કહે છે કે વડોદરા નરેશ હજી પણ રોજ જમતાં પહેલાં કે જમ્યા પછી થોડો રોટલો ને ભૈડકું ખાય જ છે. આમ પૂર્વની સ્થિતિ યાદ રાખે એ જ ડાહ્યો. ભવિષ્યની આપત્તિ વખતે મૂંઝવણ ન થાય એવું જીવન જીવતાં શીખી રાખે તે સમજદાર કહેવાય. સારા માણસોએ પણ તકલીફ ભોગવવાની ટેવ પાડવી જોઈએ. સહન કરવાની ટેવ પાડો : 1162 શાસ્ત્ર મુનિને પણ શીતકાળમાં ઠંડી સહેવાની અને ઉષ્ણકાળમાં આતાપના લેવાની ટેવ પાડવા કહ્યું. વખતે વસ્ત્રો ન મળ્યાં કે અટવીમાં લૂંટાઈ ગયા અને શીતકાળ હોય, ત્યારે જો મુનિએ ટેવ ન પાડી હોય તો દુર્ધ્યાન થાય. એ દુર્ધ્યાન થવાનો વખત ન આવે માટે ટેવ પાડવી જોઈએ. બહુ ઠંડી પડતી હોય ત્યારે મુનિ શું કરે ? ઝાઝાં કપડાં ન ઓઢે, પણ પહેર્યાં હોય તે પણ કાઢી નાખે. જરા વાર ઠંડી સહન કરે અને પછી જરૂર લાગે તો એકાદ બે ઓઢી લે. આમ કરવાથી ઠંડી આપોઆપ ઓછી થઈ જાય. આ શરીરનો સ્વભાવ તો ગધેડા જેવો છે. એને જેમ પંપાળો તેમ વાંકું જ ચાલે અને ડફણાં મારો તો સીધું ચાલે. એ શરીરને એક ગોદડું ઓઢાડે એટલે બીજું માગશે અને બીજું ઓઢાડો એટલે ત્રીજું માગશે; પણ તમામ કાઢી નાખો પછી એક જ મળશે તોયે ‘હાઆશ’ એમ ક૨શે. ઉપસર્ગ તો ક્યારેક થાય ત્યારે વેઠી લેવાના પણ પરિષહ તો સહેવાની રોજ અભિલાષા રાખવાની. ઉપસર્ગ સહેવાની શક્તિ મેળવવા સાધુઓએ પરિષહ સહેવાની ટેવ પાડવી જોઈએ. એવી ટેવ રાખવી જ જોઈએ. રોજ સહેવા યોગ્ય, એ જ પરિષહ. મહાપુરુષોએ ભયંકર ઉપસર્ગો સહ્યા તે શાથી ? પાડેલી ટેવના બળે. ભૂખ સહેવાની પણ ટેવ પાડવી જોઈએ. આહાર આવ્યા પછી પણ મુનિપુંગવો એક કલાક આહાર નહિ લેતા; ક્યાં સુધી નભે છે તે જોવા માટે. એ રીતની ટેવ પડી હોય તો કોઈ વખત તદ્દન ન મળે તો પણ ગભરામણ ન થાય. સ્વકારશી, પોરસી, સાઢપોરસી, પુરિમઢ, અવઢ, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ કરવાના અભ્યાસવાળો અટવીમાં ભૂલો પડે તોયે ગભરાય નહિ કેમકે ત્રણ દિવસ ભૂખ્યા કાઢવા તે ટેવાયેલો છે. પણ સવારના સાત વાગ્યામાં જેને

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646