________________
1145
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : - 78
૫૭૫
કોઈ ન અડે. ખાવા ઔપો તો ખાનારો મોઢામાં નાખે અને નારાજ થાય અને કોઈ તો એવા ઘીના ઉપયોગ કરનાર માટે તિરસ્કાર પણ વ્યક્ત કરે. હજી સહેજ ખોરું હોય તો ચાલ્યું જાય પણ જો વાસ પેસી ગઈ હોય તો તો ન જ ખવાય. જમણવાર કર્યો હોય પણ કોઈ જમે જ નહિ એવું બને-એ રીતે ઉત્તરગુણમાં શિથિલતા નભી જાય, મૂળગુણમાં ન નભે. જેના વડે જ મુનિપણું છે, તે જ જાય તો પછી રહ્યું શું ? અબજો મળ્યા પણ શાખ ગઈ તો રહ્યું શું ? શેઠાઈ પણ શાખને આધીન છે. મૂળગુણ હોય તો મુનિ-મૂળગુણ જાય તો મુનિપણું જાય. સંઘમાં એકલી પીઠ ન ચાલે.
મેરૂની પીઠ ભલે મજબૂત છે પણ ઉપરની બધી વસ્તુઓ (મેખલા, ઉદ્યાન, નંદનવન વગેરે) ન હોય તો આટલી પંકાત નહિ. પાયો ગમે તેટલો મજબૂત હોય, અરે એમાં ભલે હીરા, માણેક કે મોતી ભર્યાં હોય પણ ઉ૫૨ એક માળનું પણ ચણતર ન હોય તો કામનું શું ?
સભા : ‘ત્યાં તો પછી જનાવરો આળોટે.’
માટે સમજો કે એકલી પીઠથી ન નભે. આજના એકલા જ્ઞાનઉદ્યોતવાદીઓ તો વળી પાયા/પીઠ વિનાના જ મહેલ ચણે છે, પરંતુ, પીઠ વિના મકાન ન હોય અને જમીન વિના અંકુર ન હોય, એ વાત તેમને કોણ સમજાવે ? સંસારનો ભય એ નિર્બળતા નથી :
પીઠ મજબૂત થઈ હોય તો શું શું જણાય ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન થાય, અન્ય દર્શનની અભિલાષા ન થાય, શ્રી જિનેશ્વરદેવના અનુષ્ઠાનના ફળમાં સંદહે ન થાય, મિથ્યાદષ્ટિની પ્રશંસા ન થાય અને એનો પરિચય ન થાય. એ જીવને સંસારમાં મજા ન આવે. સંસાર એને ભયંકર જ લાગે. સંસાર ભયંકર લાગવો એ નિર્બળતા નથી. ઘણા કહે છે કે ‘સંસારનો ભય બતાવી, શાસ્ત્રકારોએ બધાને નમાલા કરી દીધા, હું કહું છું કે જેઓ સંસારથી નથી ડરતા તે જ નમાલા છે. દુનિયાનું સત્યાનાશ તેમણે જ વાળ્યું છે કે જેમને સંસારનો ભય નથી અને તેથી જ પાપનો ડર નથી. એવાઓ જ દુનિયાને માટે શ્રાપરૂપ છે. સંસારથી ડર્યા તે તો સાચા બહાદુર છે. દુર્જનથી ડરવું એ કાંઈ સજ્જનનું અપલક્ષણ નથી.
–એમ સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત ન લેવાય :
આજે તો કહે છે કે-‘તમે સજ્જન છો તો દુર્જનથી ડરો છો કેમ ? સજ્જનો દુર્જનના ટોળાથી દૂર કેમ ભાગે ? નૈષ્ઠિક બ્રહ્મચારીને વેશ્યાને ત્યાં