________________
૫૭૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 116 પણ જવામાં હરકત શી ?' શાસ્ત્ર કહે છે કે સજ્જને દુર્જનના સંસર્ગથી દૂર રહેવામાં જ લાભ છે. જ્યાં ત્યાં ભટકનારો બ્રહ્મચારી રહી શકતો નથી. જ્યાં
ત્યાં ભટકવાની ઇચ્છા એ જ બ્રહ્મચર્યને કલંકરૂપ છે. વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ? એવું બ્રહ્મચર્યનો પ્રેમી ન બોલે. બ્રહ્મચારીને “વેશ્યાને ત્યાં જવાનું મન જ કેમ થાય ?” એ લોકો કહે છે કે-“સ્થૂલિભદ્રજીને કેમ મન થયું હતું ?”. સ્થૂલિભદ્રજીને શાનું મન થયું હતું, તે બરાબર સમજો. તેમને બાર બાર વર્ષનો એ વેશ્યા સાથે સંબંધ હતો. વેશ્યા પણ એવી કે સ્થૂલિભદ્રજી સિવાય બીજે દૃષ્ટિ પણ ન કરે. તેમને થયું કે જેની સાથે બાર વર્ષ રહ્યો તેને કાંઈ પમાડું તો ઠીક.” એવી ભાવનાથી પણ પોતાની મરજીથી નથી ગયા પણ ગુરુઆજ્ઞા લઈને ગયા છે. ગુરુએ પણ તેમની યોગ્યતા જોઈને જ આજ્ઞા આપી છે. સિંહગુફાવાસી મુનિએ જ્યારે આજ્ઞા માગી ત્યારે ગુરુએ સાફ ના પાડી છે. કહ્યું છે. કે-એ તો સ્થૂલિભદ્ર એક જ, એના વાદ ન હોય. એ મુનિ ન માન્યા તો શું થયું, તે તમે . સાંભળ્યું છે. આ દૃષ્ટાંત અહીં પહેલાં કહેવાઈ ગયું છે.
સ્થૂલિભદ્રજી મુનિવેષમાં વેશ્યાને ત્યાં ગયા ત્યારે દૂરથી એમને જોઈને વેશ્યાને થયું છે કે-મુનિપણું લઈ તો લીધું પણ પાળવું ક્યાં સહેલું છે ? ન પળાયું માટે આવ્યા.” સ્થૂલિભદ્રજીએ ચાતુર્માસ રહેવા વસતિ માગી. વેશ્યા કહે
આ બધું આપનું જ છે. ફાવે ત્યાં રહો. પૂછવાની શી જરૂર છે?' સ્થૂલિભદ્રજી કહે-“એ જૂની વાત બધી ભૂલી જા. હવે એ સ્થૂલિભદ્ર હું નથી. આ કોઈ ચીજને હું મારી માનતો નથી. હું ફક્ત ચાતુર્માસ રહેવા માટે સ્થાન માગું છું. અનુમતિ હોય તો રહું તે પણ સાડાત્રણ હાથ તારે મારાથી દૂર રહેવું-એ શરત માન્ય હોય તો જ.” વેશ્યાએ માન્યું કે “મુનિ બનીને નવા નવા આવ્યા છે, હજી શરમાય છે એટલે એમ જ બોલે ! સમય જશે એટલે આપોઆપ ઠેકાણે આવશે.” બધી વાત કબૂલ રાખી ચિત્રશાળા ખોલી આપી.
એ ચિત્રશાળા પણ એવી કે જે જોઈને પાવૈયાને પણ પાનો ચડે. પણ આ મહાત્માને તો હવે બધું સમાન હતું. વેશ્યાને પ્રતિબોધ પમાડવા જ આવ્યા હતા. વેશ્યાને કહ્યું કે-“તું ને હું સમાન છીએ પણ પ્રભુશાસનના યોગે હું આ પામ્યો અને તારી હાલત કઈ છે તે જો !” ચાર મહિના સુધી વેશ્યાએ સ્થૂલિભદ્રજીને આકર્ષવામાં કોઈ ઓછપ ન રાખી પણ આખરે એ હારી, સ્થૂલિભદ્રજીને શરણે ગઈ અને ભગવાનનો ધર્મ પામી ગઈ. આવાં દૃષ્ટાંતો લઈને “ખરા બ્રહ્મચારીને વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ?' એમ કહેનારનું બ્રહ્મચર્ય પોલું સમજવું. એ માત્ર આનંબર છે એમ શાસ્ત્ર કહે છે.