Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 606
________________ ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ-૩ સોમવાર, તા. ૩-૩-૧૯૩૦ 79 • પાંચ મહાવ્રતનું સ્વરૂપ : • આગમનાં રહસ્યો કોને અપાય ? • જૈનદર્શનનું અપૂર્વ તત્ત્વ અને ઉપકારીઓનો ઉપકાર : • દયા જ્ઞાનીની અને અજ્ઞાનીની : સહન કરવાની ટેમ પાડો ! " આત્મસેવાના અર્થીને શરીરની સેવા ભયંકર લાગે : • સેવા, નાશવંતની કે શાશ્વતની..? ' વ્યાયામ-અખાડા શા માટે ? • પ્રચારની પોકળતા : . એવાઓને મદદ ન કરાય : ૦. અમારો વિરોધ ક્યાં ? • બોલવાના સમયે બોલ્યા વિના ન ચાલે : પાંચ મહાવ્રતનું સ્વરૂપ - અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠનું વર્ણન કરી ગયા બાદ, એ પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાના સ્વરૂપને બતાવી ગયા અને હવે તેની મેખલાનું સ્વરૂપ વર્ણવે છે.' શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણમય મેખલા જોઈએ. મૂળગુણો સુવર્ણ છે અને ઉત્તરગોણો એ રત્નો છે. ઉત્તરગુણો વિના મૂળ ગુણો શોભતા નથી. માણસ ગમે તેવો રૂપાળો હોય પણ વસ્ત્ર વિના શોભતો નથી. વસ્ત્ર વિના એને છુપાઈને જ રહેવું પડે. ઘણા કહે છે કે-“જરા આમતેમ બોલાય, થોડું ઓછુંવતું બોલાય તેમાં બીજાં મહાવ્રતને શી હાનિ ?” શાસ્ત્ર કહે છે કે એ ન નભે. હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંગ, પરિગ્રહ આ પાંચેય ન કરવાં, ન કરાવવાં ન અનુમોદવાં; તેનાં મન, વચન, કાયાના યોગે; એ રીતે નવકોટિ પચ્ચકખાણ કર્યા છે. નવકોટી પચ્ચખાણ કર્યા પછી ગમે તેમ બોલવાનું કહે એ ચાલે ? મુનિપણાના

Loading...

Page Navigation
1 ... 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646