________________
૫૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ જાદી વાત છે. એ નમ્રતા પણ સાર્થક છે. પણ ઉન્મત્તોને શાંત પાડવા તો એ જેટલા જોરથી આવતા હોય, તેની સામે ડબલ જોર બતાવવું પડે. તો જ એ નરમ થાય. સામો જાતવાન હોય તો તેની સાથે એ રીતે વર્તાય પણ જાતવાન નથી એમ માલૂમ પડે તો એને બોલતાં જ દબાવવો પડે; આ નીતિ છે. સીધા પ્રશ્ન પૂછનારને મજેથી શાંતિપૂર્વક સમજાવાય પણ આડાટેડા પ્રશ્ન પૂછનારને તો એવો ઉત્તર અપાય કે એ પણ ગભરાય. પૂર્વે પણ વાદી આવે ત્યારે સીધી રીતે વાદ કરે તો પૂર્વાચાર્યો એ રીતે ઉત્તર દેતા પણ જો આડો ચાલે તો ઉપરાઉપરી પ્રશ્નોના ધોધ એની સામે એવા વરસાવે કે પેલો મૂંગો બનીને ચાલતો જ થઈ જાય.
1154
શ્રી સંઘમેરૂની શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણમય મેખલાનું વિશેષ વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ આગળ શું કહે છે તે હવે પછી.