________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : - 78
૫૮૩
- કહે છે કે ‘સ્વતંત્રતાની રૂએ અમને ઠીક લાગે તેમ બોલીએ. આગમોમાં પણ જે વાત અમને ખોટી લાગે તે વાતને અમે ખોટી કહેવાના. ‘આગમ કહે તે જ પ્રમાણ ’ એ આ જમાનામાં નહિ ચાલે. હું કહું છું કે ‘તમે આગમની વાતો ખોટી પુરવાર કરી બતાવો.’ તો કહે છે કે-‘એ પુ૨વા૨ ક૨વી ન કરવી તે અમારી મરજીની વાત છે. અમે કાંઈ બંધાયેલા નથી.’ આવું બોલનારાને બેજવાબદાર કે અયોગ્ય કહીએ ત્યારે કહે છે કે ‘તમે અંગત વિરોધ અને ટીકા કેમ કરો છો?' તમામ આગમ, આગમધરો અને અનંતા જિનેશ્વરદેવો તથા ગણધરદેવો માટે તેમને ગમે તેમ બોલવા માટે સ્વતંત્રતા ખરી પણ એવા શ્રદ્ધાહીન ટોળાંને શાસ્ત્રનાં વચનોના આધારે હાડકાંનો ઢગલો કહેવાની સાધુને છૂટ નહિ; આ તેમની એકતરફી સ્વતંત્રતા કેવા પ્રકારની ? સાધુને તો તેઓ પૂછે કે-‘તમારી ભાષાસમિતિ ક્યાં ગઈ ?’ કહેવું પડે કે ‘ ભાઈ ! એ તમે ફેલાવેલો કચરાનો ઢગલો સાફ કરવા ગઈ,
એ કચરાને જલાવી દેવા ગઈ.’
1153
ન
અનંતા જિનેશ્વરદેવો માટે જેમતેમ બોલે, આગમો માટે ન બોલવાનું બોલે, ત્યારે, ‘એનું એ જાણે, આપણે શું ? ક૨શે તે ભોગવશે !’ એમ બોલી સંતોષ ન વળાય. એવો અહીં આવે તો એવાની સુખશાતાયે ન સ્વીકારાય. બધા ઉપર હલ્લો લાવતા હોય, બધું લુંટાતું હોય, ત્યારે સાધુ નહિ બોલે તો કોણ બોલશે ? સાધુથી બેઠા બેઠા જોતા રહેવાય ? માણસ લુંટાયા પછી ‘પેલો જાય, પેલો જાય’ એમ બૂમો મારે પણ ‘એ ચોર છે’ એમ ન બોલે ત્યાં સુધી પોલીસ એને પકડે શી રીતે ? પોલીસને એ રીતે પકડવાની સત્તા નથી. ગ્રાહક હજારોનો માલ ઉઠાવીને ચાલતો થાય તોયે મુનીમ શાંતિ રાખે ત્યારે શેઠ કહે ને કે, પગાર શાનો ખાય છે ? પેલો માલ ઉઠાવીને ચાલતો થાય છે. તોયે શાંતિથી બેઠો બેઠો જોયા કરે છે ? આવો ગમાર પહેલેથી જાણ્યો હોત તો નોકરીમાં રાખત જ નહિ. પગાર ખાવો ને ધ્યાન ન રાખવું એ નહિ ચાલે. એ જ રીતે આગમ અને મૂર્તિ માટે ગમે તેમ બોલાતું હોય તે વખતે પણ મૂંગા રહે તો એ શ્રી જિનશાસનના આચાર્ય શાના ? સાધુ શાના ? એમને તો કહેવું પડે કે ‘ઘર ભેગા થાઓ, નાહકના શ્રાવકોના રોટલા ન બગાડો.' ઘરમાં ચોર પેસે ને નોકર કદી ભય પામે તો ઘરમાં ન જાય પણ રાડ તો પાડે ને ? લોક તો ભેળું કરે ને ? તમને લાગશે કેમહારાજ ગરમ થયા. પણ હું ભલે ગરમ થયો છતાં કાળાં ઠેકાણે રાખીને બોલું છું. આચાર્યો તથા મુનિઓ જૈનશાસનની પેઢીના રક્ષકો છે. અવસરે તેમણે. તેમની ફરજ બજાવવી જ જોઈએ. શાંત બેસી રહે ન ચાલે. કોઈ ડાહ્યો માણસ કારણસર બે શબ્દો ગમે તેમ બોલતો આવે ત્યાં નમ્રતા રાખીને તેને શાંત પાડીએ