________________
1151
– ૩૮ : મુનિજીવનની મર્યાદાઓ :- 78 – ૫૮૧ છૂટ હોય ? યુવાન સ્ત્રી અને તે પણ પરદેશી, જેનાં અંગોપાંગ વધારે ખુલ્લાં દેખાય તેવો વેષ ધરાવનારી સ્ત્રી સાથે તત્ત્વજ્ઞાન માટે એકાંત, એ તો પતનનો માર્ગ છે. “યુરોપમાં તો આમ હોય અને તેમ હોય, ત્યાંના રિવાજ તમે ન જાણો.” એવી એવી વાતો કરી પરદા રાખી લોકથી અલગ પડી એકાંત સેવવું એ ઈષ્ટ નથી. આ બધી વાતો યોગ્ય નથી. એમાં ઊંડા ઊતરવામાં માલ નથી. મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ઉપદેશ કે ઉપકારને બહાને પણ કોઈ વર્તન કરાય નહિ.
મુનિને સંયમપાલનમાં બાધ આવતો હોય તો શાસ્ત્ર ચોમાસામાં પણ મુનિને વિહારની છૂટ આપી છે. સામાચારીમાં જણાવ્યું છે કે-મુનિ ભિક્ષાએ ગયા હોય, માર્ગમાં વરસાદ આવે, તો મુનિ કોઈ મકાન તળે ઊભા રહે; ત્યાં કોઈ સાધ્વી આવી ચડે, બીજું મકાન પચાસ કદમ દૂર હોય તો ભરવરસાદમાં પણ એ સાધ્વી ત્યાં જાય પણ અહીં ન ઊભી રહે. એક સાધુ અને એક સાથ્વી અથવા બે સાધુ ને બે સાધ્વી સાથે ઊભાં ન રહી શકે. ત્યાં કોઈ પાંચમું જોઈએ. પાંચમો કોઈ સાધુ, અથવા કોઈ સાધ્વી, અથવા કોઈ શ્રાવક કે શ્રાવિકા આવી જાય તો પાંચ જણા થાય એટલે ત્યાં ઊભા રહી શકે. નહિ તો ભરવરસાદમાં પણ સાધુ કે સાધ્વી ત્યાંથી આગળ જાય, પણ ત્યાં સાથે ઊભાં ન રહે. આ બધી મર્યાદાઓ બતાવનારા શાસ્ત્રકારો બહુ બુદ્ધિશાળી હતા. આ મર્યાદાઓ સંયમની રક્ષા માટે છે, નાશ માટે નથી. મુનિનાં દર્શન કરવા માટે તમે ભરવરસાદમાં આવી શકો પણ તમને દર્શન આપવા કે ઉપદેશ આપવા અમારાથી વરસાદમાં સામે ન અવાય. - રોજ પાંચ-પચાસ ગાળો જમા કરવી પડે છે :
દુનિયા ગમે તેમ વર્તે તેમાં અમારું કાંઈ બગડતું નથી. તેમ છતાં આ બધું શા માટે કહેવું પડે છે ? આટલા વિરોધીઓ છે તેમાં કોઈની સાથે અમારે અંગત વિરોધ નથી: કોઈ પરાયા કે દુશમન નથી. કોઈની સાથે કાંઈ લેણુદેણું નથી. સાચી અને હિતકર વાતો સંભળાવીએ છીએ; છતાં ગાળો આપે છે તો ગાળો ખાઈને પણ કહ્યા કરીએ છીએ તે શા માટે ? તમને સાચું સમજાવવા. આ પાટે બેસીને સાચું ન સમજાવીએ તો ગુનેગાર ઠરીએ. ઘણા કહે છે કે દ્વેષથી બોલે છે. પણ એમ દ્વેષથી બોલવામાં લાભ શો ? બદલામાં ઇનામ તો ગાળોનું મળે છે ને ? અમને ઇલ્કાબ ઘણા મળે છે. દી' ઊગ્યે સંખ્યાબંધ ગાળો જમા કરવી પડે છે. એ ગાળો પણ કેવી ? દેનારને જ વળગે એવી. મારે તો મા, બેન કશું નથી. પછી લાગે ક્યાં ? જ્યાંથી આવે ત્યાં જ પાછી જાય. ભાષા પણ કેવી ? એમના મોંમાં જ શોભે એવી-અમારી ખબર લઈ નાખવાના કાગળો આવે છે. અમે તો