________________
૫૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઇતર સમજવા માગે તો તો જરૂર સમજાવીએ. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી વાતો જાહે૨માં સમજાવવા તૈયાર છીએ પણ મર્યાદા મૂકીને નહિ. યાચકને ઘરના આંગણે આવવા દેવાય પણ ઉઠાવગીરને આંગણું ન દેખાડાય. એને તો રસ્તામાં જ પાંચ-દશ રૂપિયા આપી વિદાય કરાય. એને જો ઘરમા પેસવા દો તો બધું જોઈ જાય અને ગમે ત્યારે આવીને ધાપ મારી જાય. માટે તો કહેવત પડી કે રોટલો કોઈને પણ આપવો પણ ઓટલો તો માણસ ઓળખીને જ આપવો. દરેકની મર્યાદા જુદી. બધા સાથે એક સરખો વર્તાવ આ શાસનમાં ન નભે. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અથવા સાધુ નમે કોને ? શ્રી વીતરાગદેવને, નિગ્રંથ ગુરુને, સત્ય ધર્મના અનુયાયીને. બીજાને ન નમે. ન નમે માટે કોઈ અભિમાની કહે તો ભલે કહે. તિજોરીમાં ખોટા સાચા બંને પ્રકારના રૂપિયા મુકાય ? કેમ નહિ ? સમતાભાવ રાખી બન્ને મૂકો તો શો વાંધો ? મૂર્ખમાં ખપવું પડે અને કોઈ વિશ્વાસ ન મૂકે. જે આવે તે મૂકો, એવી ઉદારતા બતાવે ને આપે એવા લેવા માંડે તો આપનારનું તો કામ,થાય પણ લેનારને ધોળે દહાડે આબરૂ ગુમાવવાનો વખત આવે અને ભીખ માગતા થવું પડે. આવી ઉદાર્તા, સમતા અને શાંતિમાં ઉદયની વાતો કરવી એ ડહાપણ નથી પણ બેવકૂફી છે, સાચા ખોટાની ચોકસાઈ કરીને લેવા દેવા એ વિચક્ષણતા છે.
1150
સાધુ આવું ન કરે :
આજે ઘણા કહે છે કે-‘સાધુ શા માટે ગૃહસ્થ સાથે ફરવા ન જાય ? ગમે ત્યાં રહે તો શો વાંધો ? ગમે તે ખાય પીયે તો શું બગડી જાય ?’ આ બધી કેવી વાહિયાત વાતો છે ? આ શાસનમાં એ ન ચાલે. અહીં તો સાધુ બનનારે તો અંકુશમાં રહેવું જ પડે. એનાથી જેમ તેમ ન બોલાય, જે તેં ન ખવાય, જ્યાં ત્યાં ન જવાય. આજે તો કહે છે કે-‘સાધુ લૉન ઉપર કેમ ન બેસે ? વનસ્પતિ ૫૨ ચાલવામાં શું વાંધો ? આમેય બીજા તો એના ઉપર ચાલવાના જ છે ને ? સાધુ ચાલશે તો ઉપયોગપૂર્વક ચાલશે એટલે હિંસા ઓછી થશે.’ આવું કહે માટે સાધુ વનસ્પતિ પર બેસે ? એમ તો ગૃહસ્થાવાસનાં ઘણાં કાર્યો સાધુ આપે ? સાધુ કાષ્ઠ પૂંજીને વાપરવાનો ઉપદેશ આપે પણ કોઈના ઘરે જઈને પૂંજી આપે ખરા ? ગૃહસ્થને ચંદ૨વો બાંધવાનો ઉપદેશ આપે પણ ન બાંધે તો એને માટે ક્યાંયથી લાવી આપીને પોતે એના ઘરે બાંધવા જાય ? શ્રી જિનપૂજાની વિધિ બધી સાધુ બતાવે પરંતુ કેસરની વાડકીમાં આંગળી બોળી પૂજા કરી બતાવવા સાધુ ન આવે.
જો આ બધી વાતમાં મના હોય તો તત્ત્વગોષ્ઠિ માટે સ્ત્રીઓ સાથે એકાંતની