Book Title: Sangh Swarup Darshan Part 02
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 599
________________ ૫૭૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 114 ગયાની વાત માની લેવામાં ઉતાવળ કરવા જેવી નથી. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળમાં જે જમાનામાં વૈરાગ્યનાં સાંસાં હોય તે કાળમાં અનાર્યદેશ-જાતિકુળમાં તીવ્ર વૈરાગ્યની કલ્પના કરવામાં ડાહ્યા માણસે વિચાર કરવા જેવું છે; નહિ તો મૂર્ખ બનતાં વાર નહિ લાગે. પરિચયથી એનામાં વૈરાગ્ય આવે પણ ખરો, પણ એ પરિચયમાં મર્યાદા કેવી હોય ? મુનિની મહત્તા આચારમાં છે. શાત્રે કહ્યું કે વાતઃ પતિ નિમ્ા બાલજીવો લિંગને જોનારા હોય છે. - પૂ. આ. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ જીવોના ત્રણ પ્રકાર બતાવ્યા. બાલ, મધ્યમ અને પંડિત. બાલ જીવો લીંગ જુએ. માર્ગ ન સમજી શકે તે બધા બાલજીવો ગણાય. એ બધું બહારનું જુએ. એમને ધર્મ પમાડવાં માટે આચારનિષ્ઠ બનવું જોઈએ. એ જૈન કે જૈનેતર પણ હોય. એ મહાવ્રતો સમજવા માગે તો તેમને સમજાવાય. એમાં ચોથા વ્રતની વાતમાં નવવાડનું વર્ણન આવે. તેમાં વિજાતીય સાથે એકાંત ન સેવવાની વાત આવે ત્યારે ઇતર સાંભળનારો પણ હોશિયાર હોય તો મોઢે ન કહે પણ મનમાં ગાંઠ વાળે કે અહીં પણ પોથીમાંનાં રીંગણાં છે. એ છાયા કેવી પડી ? તત્ત્વજ્ઞાન આપવા માટે સ્ત્રી સાથે પણ એકાંતમાં બેસે તો જ અપાય ? જેમ બે કલાક વ્યાખ્યાનમાં નિયત તેમ તત્ત્વજ્ઞાન માટે પણ સમય નિયત રખાય અને તેમાં બીજા પણ આવીને બેસે તો હરકત શી આવે ? સભાઃ “શીખવવાની ખાસ પદ્ધતિ છે, એમ કહે છે.” એ અયોગ્ય છે. તત્ત્વગોષ્ઠિ બીજાઓ સમક્ષ ન થાય એવું જૈનદર્શનમાં કહ્યું નથી. એ કાંઈ ગુહ્ય વસ્તુ નથી. માત્ર આલોચના જાહેરમાં ન થાય. તત્ત્વગોષ્ઠિ એકાંતમાં જ થાય એવી વાતોનો આરંભ થશે તો મહાવ્રતની રક્ષા માટેની દીવાલમાં છીદ્રો પડશે. માનો કે એકવાર બેવાર કે પાંચ-પચીસવાર અગર એકને, બંને કે દશને વાંધો ન પણ આવે, વ્યક્તિઓ સારી પણ રહે પણ એનું પરિણામ શું? માટે તત્ત્વગોષ્ઠી માટે કલાક બે કલાકનો બીજો સમય જરૂર રાખે પણ એકાંતમાં રાખવાનું કારણ નથી. સભાઃ “સામાના સમયની સગવડ જોવી પડે ને ? જોવી પડે તો ભલે જૂઓ, પણ એક વાત સમજો કે ઘર વેચીને વરો ન થાય. એ તો રાત્રે કહે તો રાત્રે સ્ત્રી સાથે મુનિથી બેસાય ? મુનિના આચાર શ્રાવકે જાણવા જોઈએ. જ્ઞાનીઓએ બાંધેલી મર્યાદાઓ લંઘીને ઉદ્ધારની વાતો કરવા માગો કે તત્ત્વ પ્રચારવા માગો તો એ ન ભૂતો ન ભવિષ્યતિ !'

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646