________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬. ફાગણ સુદ-૨, રવિવાર, તા. ૨-૩-૧૯૩૦
78
• મૂળગુણોમાં પોલ ન ચાલે : • સંસારનો ભય એ નિર્બળતા નથી :
-એમ સ્થૂલિભદ્રજીનું દગંત ન લેવાય : • ...એ ડહાપણ નથી પણ બેવકૂફી છે : • સાધુ આવું ન કરે છે, • રોજ પાંચ-પચાસ ગાળો જમા કરવી પડે છે : • વાત તો જે હોય તે જ સમજાવવી પડે : • કાળજું ઠેકાણે રાખીને બોલું છું:
મૂળગુણોમાં પોલ ન ચાલે ?
અનંત ઉપકારી સૂત્રકાર, મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠનું વર્ણન કરી ગયા બાદ હવે શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરે છે. • - દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ છે. એ ધર્મ બે પ્રકારનો છે. મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂળગુણરૂપ ધર્મસુવર્ણ ઉત્તરગુણરૂપ રત્નો વિના શોભે નહિ. ઉત્તરગુણ એ મૂળગુણનાં ભૂષણ છે. સર્વ પ્રકારે હિંસા, મૃષા, ચોરી (પારકી તણખલા જેવી પણ ચીજ આપ્યા વિના લેવી તે), અબ્રહ્મ અને પરિગ્રહનો ત્યાગ એ મૂળગુણો છે. આ પાંચેય પાપોનો સર્વથા ત્યાગ મુનિથી જ થઈ શકે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વગેરે ઉત્તરગુણો છે. આ બે પ્રકારનો ધર્મ સંસારમાં રખડતા આત્માને દુર્ગતિથી બચવવા સમર્થ છે.
શ્રાવક માટે પણ હિંસાદિના ત્યાગરૂપ આ પાંચ મૂળગુણો છે; પરંતુ, એમાં પાડવા હોય તેટલા ભેદ પડે. મુનિને તો પાંચેય મહાવ્રત સર્વથી સ્વીકારવા પડે, તે પણ મન-વચન-કાયાએ અને કરણ-કરાવણ અને અનુમોદન રૂપ ત્રણેય પ્રકારે, તેમજ જીવનભરને માટે હોય. કોઈ કહે કે “કાયાથી પાલન થાય છે પછી વચનથી બોલવામાં કે મનથી વિચારવામાં ન થાય તો તેમાં હરકત શી ?' તો એ ન ચાલે. મુનિથી એક પણ યોગ ખુલ્લો ન રખાય. એક પણ કરણ એનું