________________
૫૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
_1142
જમાડનારમાં જોર જોઈએ. જમનાર કેવો છે, તે પણ એ જોઈ શકે-તેમ ભૂખ કબૂલશો તો હું મારી પેરવીમાં રહીશ. હું માનીશ કે અમને ભૂખ તો છે પણ શરમાળ છે, માટે પરાણે આપવું જોઈએ. ખરો જમાડનાર ભૂખ્યા જમનારને ભૂખ્યા રહેવા દે? એવા પણ શરમાળ આદમી હોય છે કે દોઢ કલાક “ના, ના,” કહે પણ એ બધું શરમથી કહે છે. જમાડવાની સાચી દાનત હોય તો એની શરમનો ખોટો લાભ ન લેવાય.
સભાઃ “પણ મોસાળમાં જમવાનું ને મા પીરસનારી હોય તો ?'
આ મોસાળનો પરિચય ઘણા કાળથી નથી અને એવાં પણ છોકરાં હોય છે કે મા પાસે પણ ન માગે. તમે ભૂખ લાગી છે એમ કબૂલશો તો હું ભોજન કરાવવાની પેરવીમાં રહેવાનો.
હું તો કહું છું કે-હું દીક્ષા આપવા આવ્યો છું. બધા દીક્ષા લે એ મારી ઇચ્છા-જેમ ઘણા દીક્ષા લે તેમ મને ઘણો આનંદ. જ્યાં જાઉં ત્યાં એ વાત પહેલાં જ કરું છું, એમાં કાયદો પણ અમને નડી શકતો નથી. જેમને ફાવે તે સાંભળવા આવે. અમને ઓળખે, પછી આવે. અમારો વેષ જ અમને ઓળખાવે છે. ઊંચા અને સારા લાગીએ તો જ સામા લેવા આવજો અને બેંડવાજાં વગાડજો; નહિ તો કશું ન કરતા. અમારો વેષ જ બોલે છે-“આ સાધુ છે અને બીજાને સાધુ બનાવવા ફરે છે. આમાં નવું શું છે ? અમારી ખ્યાતિ જ એ.
ઓઘો તો અમારી પાસે આગળ જ હોય. રોજ એ જ બતાવું. બગલમાં રાખ્યો છે જ બતાવવા. ઘણા કહે છે કે-રોજ બતાવાય ?' હું કહું છું કે-હા, રોજ બતાવાય અને માગનાર યોગ્ય હોય તો તેને ઝટ અપાય. એટલે જ બગલમાં એવી રીતે રાખીએ કે જોનારને ઝટ પહેલો નજરે ચઢે. મોં પર નાકનું સ્થાન ઊંચું હોય છે ને ? એ નીચું હોય તો ચીબો કહેવાય. નક્ટો એ મોટી ગાળ છે. શરીરનું ભૂષણ જેમ નાક છે, શેઠનું ભૂષણ જેમ શાખ છે, તેમ મુનિનું ભૂષણ ઓઘો છે. ભૂષણ સાથે જ હોય, આવું ન હોય. આ રજોહરણ રક્ષક છે કે ભક્ષક ? રક્ષક. એ ભારે કે હલકો ? હલકો ફૂલ જેવો; પામરોને માટે ભારે.
મેખલાના વર્ણનમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે, તે હવે પછી.