________________
૫૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ એ સાધુઓમાં ખામી છે કે-એમનાં વખાણ નથી કરતા. એ તો કહે છે કે“અમને જોઈને વ્યાખ્યા કરો. શાસ્ત્રનાં પાનાં જોઈને એકલું ન વંચાય. અમારી પરિસ્થિતિ તથા વર્તમાન સંયોગ સામે જુઓ ! એ પાનાંઓમાં તો ગમે તે લખ્યું હોય. તમે અમને નવકારશી, પૂજા, સામાયિક વગેરેની વાતો કરો પણ જરા નજર તો ફેરવો કે અમને એ બધાનો સમય છે ? ખીસામાંથી ઘડિયાળ કાઢવાનો પણ ટાઇમ નથી એટલે તો કાંડે બાંધીને ફરીએ છીએ. કામધંધા આડે ખાવાની પણ ફુરસદ નથી, ને તમે પૂજા, પ્રતિક્રમણની વાતો કરો છો. એ બધું આ જમાનામાં નહીં ચાલે. પૂજા, પડિક્કમણાં વગેરે બધું ફુરસદવાળાઓ માટે છે. અમે તો આ બાર મહિનામાં બે દિવસ આવીએ છીએ-તે પણ અમારી પાડ માનો. બાકી “બહુ ટીકા-ટિપ્પણ કરશો તો એમાં મજા નથી,' એવો પણ ભય અમને બતાવે છે, પણ એ બધાના ભયને હું પી ગયો છું, એટલે જ આટલું કહી શકું છું.
નિર્ભયતા મેળવ્યા સિવાય સાચો ધર્મોપદેશ આપી શકાતો નથી. આ શાસનની વ્યાખ્યાઓ-જૈન સાધુનું વ્યાખ્યાન કોને ગમે ? સંસારના પ્રેમીઓ તો અહીં મોટે ભાગે આવે જ નહીં-લક્ષ્મીના મદમાં છકેલા અને લક્ષ્મીની લાલસાવાળાને આ બધી વાતો ગમે નહીં. એને તો આ શાસ્ત્ર, સાધુ, ધર્મ અને ભગવાન શ્રી મહાવીરદેવ પણ નથી ગમતા, એ મારી માન્યતા છે. આવો મારો વિશ્વાસ છે. તમને આમાં શંકા છે ? વ્યાખ્યાન એટલે ટીકા :
ઘણાં કહે છે કે-“મહારાજ ઘણું કડક બોલે છે, ટીકા બહુ કરે છે. હું કહું છું કે, એ ટીકા એ જ વ્યાખ્યાન અને વ્યાખ્યાન એ જ ટીકા. વ્યાખ્યાન શા માટે, એ કહો. વ્યાખ્યાન એ બે કલાક બોલી જવાની ફરજે માત્ર નથી. વ્યાખ્યાનમાં સમજાવવાનું શું એ કહો-વ્યાખ્યાન તમારી ટોપી અને પાઘડી ઉતરાવવા માટે જ અમે કરીએ છીએ. અમારું અંતિમ ધ્યેય તો આ બધું ઉતારી અંતે મુક્તિ પામો એ જ છે ને ! શું બોલીએ કે શું સમજાવીએ તો એ ધ્યેય સિદ્ધ થાય ?
તમને બહાર કોઈ પૂછે કે આ મહારાજ રોજ ત્યાગની વાત કેમ કરે છે ? તો શું કહેશો ? વ્યાખ્યાન એ શું, શા માટે, કોણ વાંચે, એમાં શું કહેવાય, એ બધું નક્ક કરો. તમે એ નક્કી ન કરો તો આપણો આઠ મહિનાનો સંબંધ છતાં અવસરે એ તૂટતાં વાર નહીં લાગે. બેય તરફના આંકડા સામસામાં વળેલા એક બીજામાં ભેરવાયેલા રહે તો ભેળા રહેવાય-તમે ધ્યેય ભૂલો તો એ આંકડા તૂટતાં વાર ન લાગે. તમને તમારા પાડોશી સાથે સંબંધ તૂટતાં વાર ન લાગે તો મારી