________________
પ૬૮. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1138 ધકેલી દેવામાં ડહાપણ ન કહેવાય. એ મોટા સેનાધિપતિઓ પણ આમ માનતા. મૂઠીભર માણસો દ્વારા બે હજાર ગાઉ દૂર સત્તા જમાવવી છે. એ મૂઠીભર માણસોને જેમ તેમ કરવા દેવાય ? બળનો ઉપયોગ પણ બધું જોઈને, ચારે તરફનો વિચાર કરીને કરાય. કોટિપતિ પણ આંખ મીંચીને ખર્ચે જ જાય; તો ચાર દહાડામાં ભીખ માગે. આવક જોઈને વ્યય કરાય; અને બળ જોઈને મૂઠી ઉગામાય.
એક પોલીસ સામે પચાસ આદમી પણ હલ્લો કરતાં વિચાર કરે અને કરે તોય પોલીસ ડગે ? નહીં. કેમકે એની પાછળ રાજ્યનું પીઠબળ છે. એનો એને વિશ્વાસ છે. એક સીટી વગાડે તો બીજા આજુબાજુના પચાસ પોલીસ ભેગા થઈ જાય. વાતાવરણ વધારે બગડતું લાગે તો ફોન કરી બીજા બસો ક્ષણવારમાં ભેગા કરે. પોતાની પાછળ આખું રાજ્ય ઊભું છે, માટે એ પોલીસ અડગ છે. તમારી પાછળ શું છે ? તમારા હાથમાં શું છે ? તમારી હિંમત કેટલી ? માટે જ્ઞાની કહે છે કે વિચાર્યા વિના, પોતાની મર્યાદાનો ખ્યાલ કર્યા વિના, પરિણામ જોયા વિના જેમ તેમ કદમ ભરનારાની કિંમત નથી.
જૈન એ વિશિષ્ટ વર્ગ છે. પ્રભુનો સંઘ અનુપમ છે. મનુષ્ય બધા, પણ સંઘમાં બધા નહિ. સંઘમાં તો ખાલી જૈનો. પણ એ જૈન કોને કહેવા ? ખોટી ઉદારતા કે દહીં-દૂધિયા નીતિ ત્યાં ન ચાલે. નોકરને જો શેઠ સાંજે વેળાસર ખાવા જવા ન દે, તો નોકર કહી શકે કે “તમે જૈન કહેવડાવો ભલે પણ હકીકતમાં જૈન નથી; લાચાર છું કે નોકરી કરવી પડે છે.” પૂજા ન કરતા નોકરને શેઠ કહી શકે છે કે- “તું જૈન છે અને પૂજા નથી કરતો ? આ કેમ ચાલે ?
સભા: “આજે તો ધર્મક્યિા ન કરનારને જ નોકરી માટે પહેલી પસંદગી આપે.'
માટે તો હું કહું છું કે આ બધી તમારા જૈનપણાની કસોટી છે. સાધુ-શ્રાવકની મર્યાદા :
આપણે શ્રી સંઘનું વર્ણન કરી રહ્યા છીએ. શ્રી સંઘ એ ત્રિકાળ પૂજ્ય છે, પણ સંઘત્વ હોય તો. મુનિ અને શ્રાવક સંઘનું જ અંગ પણ મર્યાદા અલગ છે. ગૃહસ્થના ઘરની ભિક્ષા લાવે છતાં પ્રમાદથી પણ મુનિ જો ગૃહસ્થના દેખતાં એ વાપરે તો શાસ્ત્ર અને આજ્ઞાભંજક કહ્યો છે. મુનિ એકાસણું કરતા હોય, ગૃહસ્થ આવી ચડે, સ્થળ સગવડની ખામીને કારણે ગૃહસ્થ જોઈ જાય તેમ હોય, તો મુનિ ચાલુ એકાસણું કરતાં ઊઠીને આઘે જાય તોયે એકાસણાનું પચ્ચખાણ ન ભાંગે.