________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1136
એમ નહિ પણ કદાચ હીનકુળ હોય પણ આ શરતો માને તે સંઘમાં આવી શકે છે. “સંસારને નિર્ગુણ માને, મુક્તિને સગુણ માને, પ્રવૃત્તિ મુક્તિ માટે જ કરે અને તે પણ આગને કહ્યા મુજબ.” આ શરતો માન્ય હોય તે બધા સંઘમાં બાકીના સંઘ બહાર સમજવા.
જેને સંસાર મજાનો લાગે, “મુક્તિ કોણે જોઈ ?' એમ જે. કહે, પ્રવૃત્તિ ઇચ્છા મુજબ કરે અને “આગમનું કામ શું ?' એમ જે બોલે-એવાઓનું સંઘમાં કામ શું?
ઉપર કહી આવ્યા એ શરતો માન્ય હોય તેને સંઘમાં ગણવામાં હરકત શી? એ શરતનાં બોર્ડ બનાવી ઘરમાં લગાડો. એ બોર્ડ આંખ સામે હોય તો શાસ્ત્રવિરુદ્ધ એક અક્ષર ન બોલાય; કદી ભૂલથી બોલે તો “
મિચ્છામિ દુક્કડ'
આપે.
એવાઓ સંઘમાં રહી શકે? '
આગમોનું કામ શું છે ? આપણી ઇચ્છાનુસાર કેમ ન વર્તાય ? મોક્ષ ક્યાં છે ? બતાવો હોય તો ! સંસાર ખોટો કેમ ?” આવી વાતો કરનારા સાથે માથાફોડ કોણ કરે? મુક્તિ નજરે જોવા માગે એને પહોંચાય ? એ લોકો તો કહે છે કે-“અમે મુક્તિ નથી માનતા. હોય તો બતાવો. આ સૂક્ષ્મદર્શક યંત્ર લો અને એમાં તમારી મુક્તિ બતાવો તો માનીએ. સંસાર ખોટો શાથી ? બૈરી, છોકરાં, પૈસા, ટકા, બંગલા, બગીચા, ખાનપાન, રંગરાગ, નાટક, સિનેમા, હોટેલ, પાનપટ્ટીની લહેજત, નાકમાંથી ધુમાડા કાઢવાની કળામાં રહેલી મજા- આ બધું જેમાં છે એવો સંસાર ખરાબ શાથી ? તમે શાસ્ત્રને નામે ગમે તેમ ચલાવો એ નહીં માની લઈએ;” આવું કહેનારા અને ફાવે તેમ બોલનારા સંઘમાં રહી શકે ?
પાંચસોની સભામાં પાંચ આવા ઉલ્લંઠો પેસી જાય તે ભયંકર છે. પતિતો જ્યાં સુધી સંઘમાં છે, ત્યાં સુધી આખા સંઘને ઉપદ્રવ રહેવાનો, બહેતર છે કે એવા ન હોય. પાંચ-પચીસ માણસોની સભા સારી પણ આવાં મોટાં ટોળાંને શું કરે, કે જ્યાં “આગમનું કામ શું ? મુક્તિ કોણે જોઈ છે ? ધર્મ તો હંબગ છે, સંસાર ખોટો શાથી ?' આવાં ચૂંથણા ચૂંથાતાં હોય ! આવા લોકો શ્રી જિનેશ્વરદેવને માનવાની વાત કરે પણ શ્રી જિનેશ્વરદેવનું કહેવું માનવામાં અખાડા કરે. મુક્તિને સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા માગે. આવાને સંઘમાં ગણવા તે આપણી ભૂલ નથી ?
એ લોકો આગળ વધીને કહે છે કે-“બટાટા કેમ ખાઈએ ? ખાવાના ન હોય