________________
૫૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કે એની એ માટે યોગ્યતા નથી. તેમાંય આજના કેટલાક ગૃહસ્થો તો આગમોનેય ચાવી ખાય એવા છે. કેમકે એ વાઘની જાત છે. વાઘની જાત જ ખાઉધર હોય છે.
1134
સભા ચાવી જવાની ભાવના હોય ત્યાં સુધી તો ખાઉધર જાત, પણ સળગાવવાની ભાવના આવે એ કઈ જાત ?’
એવી જ બીજી ભયંકર જાત સમજો. એવો વોની તો વાત જ ન થાય. બાકી ગમે તેવા શુદ્ધ પરિણામવાળો પણ અંતે તો ગૃહસ્થ ને ? માથે તો પાઘડી ને ? અભ્યાસ જાય ક્યાં ? જમણા હાથનો કોળિયો આંખો મીંચીને મૂકો તોયે મોંમાં જ જાય, કેમકે અભ્યાસ છે; પણ ડાબા હાથે કોળીયો લીધો હોય તો મુશ્કેલી પડે. એ હાથનો એ અભ્યાસ નથી. યોગ્યતા વિના આગમ દેવાય તો અનર્થ જ થાય.
યોગ્યતાનુસા૨ ક૨ણી હોય તો ફળે, નહિ તો ફૂટે. પાળેલો સિંહ છતાં પાંજરું જોઈએ. અવસરે બહાર કાઢવો પડે તોયે સાવચેતી પૂરી રાખવી પડે. કદાચ વિફરે, માટે બધી તૈયારી રાખે. સિંહનો જાતિસ્વભાવ જ એવો છે. અહીં પણ સાધુ અને શ્રાવક, ત્યાગી અને ગૃહસ્થ, એ બેમાં સ્વભાવનો ભેદ પાડવાનો જ. સાધુને નાનો કાંકરો ફેંકતાં પણ આંચકો આવે અને ગૃહસ્થ તક આવે તો પથરાનો પણ ઘા કરે. કોઈ સમજદા૨ની વાત જુદી, પણ સામાન્યની આ વાત છે. અરે ! ગૃહસ્થમાં પણ પાઘડીવાળા ને ટોપીવાળામાં ફેર પડી જાય. ટોપીવાળાને બાંહ્ય ચઢાવતાં વાર ન લાગે. પાઘડીવાળો જરા થોભે. ટોપી ઊછળે એની કિંમત નહીં પણ પાઘડી ઊછળે એની બહુ કિંમત-માટે સમજો કે ચોરને શાહુકારના પાઠ ભણાવાય, પણ સાથે ન બેસાડાય.
સાધુ અને શ્રાવકનો સંબંધ :
અરે ! એ વાત જવા દો, પણ તમારે ને અમારે સંબંધ કેવો ? છતાં કદી સાથે જમીએ ખરા ? ના, ચીજ તમારા ઘરની, છતાં તમારાથી છૂપી રાખી વાપરીએ; એનું કારણ ? જાત જુદી માટે.
સભા ‘કેટલાક સાથે વાપરે છે.’
એ ગયેલા વીતેલાની વાત ન કરો. રાત્રે આચાર્યે મુનિને વાત કરવી હોય તો પાઘડીવાળો કોઈ છે કે નહિ, તે તપાસીને વાત કરે. કેમકે તમારા કાને ગયેલી વાતનો તમે કેવો ઉપયોગ કરો ? તમે તો ગૃહસ્થ. તમે કાંઈ એકલા જિનેશ્વરદેવના જ છો ? નહિ. તમે તો ઘરના, સ્ત્રીના, કાકા-કાકીના, એ