________________
૫૨.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
1132 લક્ષણો સુધાર.” ત્યાં સુધી તો ઠીક, પણ-“તું તારે ગમે તેમ વર્તજે, હર કત નહિ, પણ મારી સાથે આવીને બેસ.” એમ કહે તો નુકસાન કોને થાય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે- સાગરની એક છોળથી આખી ગંગા ખારી થાય પણ આખી ગંગા સાગરમાં જાય તોયે સાગરનું એક ટીપું પણ મીઠું ના થાય. વિષના ભાજનમાં સો મણ દૂધના કુંડામાં વિષનો એક કણિયો પડે તો બધું વિષ બની જાય. આ રીતે કહીને એ મહાપુરુષ મૂર્ખાઈભરી ઉદારતા કરવાની સાફ ના પાડે છે. ચોરને એનો દુર્ગુણ મૂકવાનું, એની આદત છોડવાનું કહેવામાં આવે, એ એને છોડે, પછી આવે તો હરકત નથી. પછી એનો બચાવ પણ કરાય. પરંતુ ગમે તેવો, તેમાં મને શી હરકત ?' એમ કહી ભેગો રાખ્યો તો એના ભેગી તમારી આબરૂ પણ ખલાસ. ખોટાનો એ ગુણ છે કે સારાપણાને સહેલાઈથી બગાડે. ખોટાને સુધારવું એ સારા માટે દુષ્કર છે. માટે કહ્યું છે કે
___न मूर्खजनसंसर्गः सुरेन्द्रभवनेष्वपि ।
वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैस्सह ।।१।। “જો મૂર્ખના સંસર્ગમાં રહેવાનું થતું હોય તો તેવું ઇદ્રભવન પણ ન જોઈએ, એના કરતાં તો ડુંગરાઓમાં જઈ વનનાં પશુઓ વચ્ચે રહેવું સારું-”.
પેલો એક જ મૂર્ખ આખા ઇંદ્રભવનને પણ નર્કાગાર બનાવે. એક જ મૂખ હજારોની શાંતિમાં અગ્નિ સળગાવે. મકાન બાંધવામાં ઘણા કારીગર અને સંખ્યાબંધ મજૂરો જોઈએ પણ એને સળગાવવામાં તો એક જ દીવાસળી બસ થઈ જાય. પછી પેલો સળગાવનારો કહે કે “મને સળગાવતાં વાર નહિ અને તમને બાંધતાં આટલી વાર ?' તો એને કહેવું પડે કે ભાઈ ! અમારે તો બાંધવું છે અને તારે તો બાળવું છે. અગ્નિ સાથે રમતની ઉદારતા ડાહ્યો માણસ ન કરે, કેમકે, એ ઉદારતા ભયંકર છે. પરિણામે કોઈ વાર કપડાં સળગે ત્યારે કાઢવાનોયે સમય ન રહે. દિવાળીમાં દારૂખાનું ફોડતાં ઘણા સળગી મર્યા છે. આવું જ દુર્જનની સોબતનું સમજવું.
સજ્જનની ભાવના ભલી હોય માટે એ દુર્જનને સુધારવા પ્રયત્ન કરી શકતો હોય તો કરે પણ એની સાથે એનો સંબંધ દૂરથી જ હોય. એ એની સાથે હાથમાં હાથ મિલાવીને ન ફરે, એની સલામ ઝીલી રાજીપો ન અનુભવે, એની સાથે એની રમત કદાપિ ન હોય. એમ કરે તો એનાયે સજ્જનપણામાં શંકા થાય.
જુગારીઓના અડ્ડામાં સજ્જન શેઠીઓ બેસે તો કોઈને પણ શંકા થાય કે