________________
1131 - ૩૭ : સંઘની મર્યાદા - 7 -
૫૧ મુંબઈની બાર લાખની વસ્તીમાંથી જૈન સંઘમાં વીશ હજાર જ કેમ ? આ તો ઓઘથી વીશ હજાર કહું છું બાકી એમાંયે સારી રીતે સંઘમાં ગણવા લાયક કેટલા ? એમાં પણ ભેદ પાડવા પડશે.
સભાઃ “આ બધી સંકુચિત દૃષ્ટિ નથી ?'
ભગવાને ચાર જ પ્રકારનો સંઘ કહ્યો એ સંકુચિત દૃષ્ટિ નથી ? માટે ભગવાનને જઈને પૂછો કે આપે આમ કેમ કર્યું ?
જેને ધર્મ ગમે તેને ધર્મનું વર્ણન ગમે. ધર્મ તે કહેવાય કે જે આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે. ઘર, કુટુંબ, પરિવાર, પૈસાટકા, લાડી, વાડી, ગાડી, બંગલા, બગીચા, નાટક, ચેટક, સિનેમા, હોટેલ એ બધું દુર્ગતિથી બચાવી શકે તેમ નથી, એમ જેને લાગે તે ધર્મની ગવેષણા કરે ને ? કે બીજો કરે ? જે એ બધામાં સુખ માને તે ધર્મ શોધવા નીકળતો જ નથી.
સમજવા છતાં જે દુન્યવી સુખની ઇચ્છાએ ધર્મ કરે છે તેને ધર્મના પ્રભાવે એ સુખ મળે છે ખરું પણ પછી એવી થપ્પડ વાગે છે કે એનો પત્તો લાગતો નથી. ધર્મના પ્રભાવે મળેલી સામગ્રીમાં એ આત્મા એવો લીન થાય છે કે ત્યાંથી દુર્ગતિમાં ગબડી જાય છે. ધર્મના પ્રભાવે દેવલોક ઇચ્છળ્યો અને મળ્યો, પણ એને પરિણામે જે સામગ્રીમાં એ રમે છે, તેમાં જ મરીને ઉત્પન્ન થાય છે. પંચેંદ્રિય મટી એકેંદ્રિય પણ બને છે.
સભાઃ “ભવોભવ તારી ભક્તિ હોજો-એમ તો મગાય ને ?'
હા એ મગાય, પણ ક્યારે ? દુન્યવી સામગ્રી કરતાં ભક્તિની કિંમત વધારે લાગે ત્યારે ને ?
શ્રી જિનેશ્વરદેવની ભાવના તો “સવિ જીવ કરું શાસનરસી' હતી, પણ, પછી સંઘ સ્થાપ્યો ત્યારે એમાં અમુક જ લીધા એનું કારણ ? ઘરમાં બધાને પ્રવેશવા દેવાય ? જે ઘરની રીતે રહે એવાને જ પ્રવેશ અપાય ને ? બધાયે સમાન, એવી ઉદારતા બતાવી કહ્યું હોત કે-“ગમે તેમ વર્તે પણ આવો' તો પરિણામ શું આવત? વ્યવહાર પણ જાણો છો કે નહિ ? શાહુકાર ચોરથી આઘો રહે છે ને...? કેમ...? ચોર ગમે તેવો માલદાર હોય પણ એની સાથે હાથ મિલાવવાની ઉદારતા શાહુકારથી બતાવાય ? એ ઉદારતાનું પરિણામ કેવું
આવે ?
.
સભા: ‘ચોરને શાહુકાર બનાવવાની ઉદારતા શાહુકાર ન બતાવે ? શાહુકાર ચોરને એમ કહી શકે કે- મારી સાથે રહેવું હોય તો તારાં