________________
1133 - ૩૭ : સંઘની મર્યાદા - 7
પ૬૩ એ પણ જુગારી હશે ! સટોડીઆ સાથે બેસનારો ક્યારે સટ્ટે ચઢી જાય એ કહેવાય નહીં. ચોટ્ટાઓને શાહુકારની પેઢીમાં સ્થાન ન હોય અને ચોરી કરી માલદાર બનેલાને મહાજનમાં સ્થાન ન હોય. એ બધાને દૂર જ રાખવા પડે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવના આગમના વિરોધીઓ સાથે આપણે મેળ ન હોય. એની સાથેનો મેળ તો આપણા જૈનપણામાં કલંકરૂપ બને.
ઉદારતાની પણ હદ હોય. ઉદારતા એવી ન હોય કે જે ઉડાઉપણામાં જાય. ઉદાર જે રીતે આપે એમાં લાભ થાય. ઉડાઉ જે રીતે આપે એમાં નુકસાન થાય. આપે તો બેય, પણ બેયની રીત જુદી. ઉદાર વિવેકી હોય. ઉડાઉમાં વિવેક નથી. ઉદારતા એ ગુણ છે, ઉડાઉગીરી એ દોષ છે. મર્યાદાનું મહત્ત્વઃ *
શાસ્ત્ર કહ્યું કે કલ્યાણાર્થી પ્રયત્ન જરૂર કરે પણ શક્તિમાં રહીને કરે. જેમ શક્તિ ગોપવવામાં વીર્યાતરાયનો દોષ છે, તેમ શક્તિ ઉલ્લંઘવામાં પણ પાછા પડવાનો દોષ છે. શક્તિની પણ મર્યાદા બતાવી છે.
વિરકલ્પ અને જિનકલ્પ એમ બે પ્રકારની મર્યાદા શાસ્ત્ર કહી છે. એ પણ ટકે ક્યારે ? બંને પોતપોતાની મર્યાદા જાળવે તો સ્થવિરકલ્પી પોતાની મર્યાદા મૂકે તો એનું મુનિપણું જાય. કલ્યાણની ઇચ્છાનું બહાનું ત્યાં ન ચાલે. ભલે ઇચ્છા કલ્યાણની હોય પણ પ્રવૃત્તિમાં યોગ્યતા જોઈએ ને ?
નિસરણી મૂકીને કાંઈ મુક્તિએ નહીં જવાય. ચારે ઘાતીનો નાશ કરીને કેવળજ્ઞાની થયા બાદ મુક્તિ નજરે દેખાય, છતાં આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મુક્તિમાં જઈ શકતા નથી. આઠેય કર્મનો ક્ષય થાય ત્યારે જ મુક્તિમાં જવાય. કર્મનો એક અંશ પણ બાકી હોય ત્યાં સુધી મુક્તિ મળે ? અરે ! બીજાં કર્મ વધારે બાકી હોય અને આયુષ્ય ઓછું હોય તો કેવલીને પણ સમુદ્ધાત કરવો પડે; એટલે કે એવી ક્યિા કરવી પડે કે જેના યોગે બધાં કર્મોની સ્થિતિ “સમ' બને. કેવળજ્ઞાન થયા પછી તો અનંત શક્તિ છે ને ? અનંતજ્ઞાનીમાં અનંત શક્તિ ખરી પણ કર્મનો સંપૂર્ણ ક્ષય થયા પહેલાં મુક્તિએ જવા જોગી શક્તિ નથી. આયુષ્ય બાકી હોય ત્યાં સુધી સંસારમાં રહેવું જ પડે.
આ શાસનમાં મર્યાદા વિના એક કદમ ભરવાનું નથી, સાગરને પણ મર્યાદા. હાથીને પણ અંકુશ, સિંહને પણ પાંજરું. સિંહ ગમે તેવો પાળેલો હોય પણ ઘરના આંગણે એને ન બંધાય, કેમ કે એ જાત જુદી. લોહીનો છાંટો દેખ્યો કે બંધનને ન ગણતાં એ ઉછાળો મારે. ગૃહસ્થ પાસે આગમ કેમ નહિ ? કારણ