________________
૩૫૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
. 928 અગર પામ્યા છો તો એની તમને કિંમત નથી, માટે બેદરકાર છો. વ્યવહાર દૃષ્ટિએ કદી પામ્યા છો એમ મનાય પણ જેની તમને કિંમત ન હોય એ વસ્તુ ટકે
ક્યાં સુધી ? ગમારના હાથમાં ભાગ્યયોગે ચિંતામણી આવે તો શું થાય ? એ મૂર્ખ, સાધવાનું સાધે નહિ અને અંતે વસ્તુ ગુમાવે.
એક રબારીની વાત શાસ્ત્રમાં આવે છે. રબારી પાસે વાણિયાનું એક રૂપિયાનું લેણું હતું-વાણિયાની ઉઘરાણીથી રબારી ગળે આવી ગયો હતો. જેટલું દૂધ આપે એ વ્યાજમાં જાય અને રૂપિયો બાકીનો બાકી જ રહે. એ રબારીને જંગલમાં બકરાં ચારતાં એક ચમકતો પથ્થર મળ્યો હતો. હજારોની કિંમતનો મણિ, પણ રબારીને મન એક દેખાવડા પથ્થર કરતાં એની વધારે કિંમત ન હતી. એણે તો એના વહાલામાં વહાલા બકરીના બચ્ચાના ગળે એ મણિ બાંધી દીધો અને જોઈને ખુશ થવા લાગ્યો. એવામાં વાણિયો ઉઘરાણીએ આવ્યો. એણે આ મણિ જોયો. બહુ કીમતી વસ્તુ છે એ સમજી ગયો. મનમાં વિચાર્યું કે. રૂપિયો લેણો છે એટલે આ મણિ મેળવવામાં બહુ મુશ્કેલી નહીં પડે. રબારીને કહ્યું કે“આ પથરો મને આપ-મારા છોકરાને રમવા કામ લાગશે-રબારી અજ્ઞાન હતો. મણિની કિંમત એ સમજતો ન હતો. એણે કહ્યું કે તારું આ એક રૂપિયાનું લેણું માંડી વાળે તો આપું. વાણિયો કહે-“ના રે ભાઈ ! એમ કાંઈ આખો રૂપિયો માંડી વળાય ?' લોભી વાણિયો દસ હજારના મણિ માટે એક રૂપિયો પણ આપવા તૈયાર નથી. રકઝક કરતાં આઠ આના માંડી વાળવા તૈયાર થયો. પણ રબારી, રૂપિયાથી ઓછે આપવા તૈયાર ન થયો-વાણિયો વિચારે છે કે-કાંઈ નહિ. આજે નહીં તો કાલે આપશે-ક્યાં જવાનો છે ? એને તો કાંઈ ગતાગમ નથી અને બીજો કોઈ ખબર વગર ક્યાં લઈ જવાનો છે ! કાલે વાત ! એમ કરી ઘરે ગયો.
અહીં તેના કમનસીબે એક બીજો વાણિયો એ તરફ નીકળ્યો અને તેની પણ આ મણિ ઉપર નજર પડી ગઈ. એણે પણ રબારી પાસે માગ્યો. રબારીનું મન તો એક રૂપિયામાં હતું એટલે એણે એક રૂપિયો માગ્યો. પેલાએ તો તેને એકને બદલે દસ રૂપિયા આપ્યા. રબારી તો ખુશ ખુશ થઈ ગયો. વાણિયો પણ મણિ લઈ ચાલતો થયો.
પેલા વાણિયાને રાત્રે ઊંઘ ન આવી-તેને ચિંતા થઈ ગઈ કે રખે કોઈ બીજો પહોંચી જશે ને લઈ જશે તો હું રખડી જઈશ. સવારમાં ઊઠી વહેલો પહોંચી ગયો અને રબારીને બાર આનામાં પેલો પથ્થર આપવા કહ્યું-રબારીએ ગુસ્સામાં આવી એક રૂપિયો એની સામે ફેંક્યો અને કહે કે તારો રૂપિયો-હવે ફરી ઉઘરાણીએ આવશે નહિ. વાણિયાને ફાળ પડી-પૂછ્યું કે પથ્થર ક્યાં ગયો ?