________________
૧૮ : સાવધ રહેવાની જરૂર - 69
૪૩૫
મુંબઈની સડકો ના પાડે છે ? મોટરમાં આવનારા પ્રભાવના નથી કરતા, એમ કહેવાનો આશય નથી. પણ સરખામણીમાં ઉત્તમ કયું ? એક શ્રીમાન સંઘ કાઢે અને બીજો શ્રીમાન સંયમ લે, એ બેમાં ઉત્તમ કયું ? ઇનકાર એકનો પણ નથી, પરંતુ વધારે ઉત્તમ કયું એ જ અહીં વિચારવાની વાત છે. સંઘ કાઢે ત્યાં એમ કહેવાય કે-‘કરોડપતિએ આટલા લાખ ધર્મમાં ખર્ચ્યા, ધન્ય છે એને.’ એમ અહીં પરિમિત વાત છે એને ! ક્રોડોની સાહ્યબી છોડીને નીકળી ગયો. સો રૂપિયાનું દાન દેનારો ઊંચો નથી એવું કહેવાનો આશય નથી, પણ હજારનું દાન દેનારો એનાથી વધે અને સર્વસ્વ દેનારો સૌથી વધે એમાં નવાઈ શી ?
1005
સભા : ‘જૂના વખતમાં રેલ વગેરે સાધનના અભાવે પગપાળા સંઘની પ્રથા હતી ને ’
તે વખતે પણ ગૃહસ્થો એવા હતા કે પોતે પોતાનાં સાધનોથી જઈ શકે તેવી સામગ્રી ધરાવતા હતા.
સભા : ‘પણ માર્ગમાં ભય રહેતો ને ?’
એ ભયનું નિવારણ કરવાનાં સાધનો એમની પાસે બહુ હતાં, શાસ્ત્રકારોના ધ્યાનમાં આ બધી વાત ન હતી ? પ્રતિ વર્ષ પ્રભાવના થાય તેવી ક્રિયા કરવાનું લખ્યું, ત્યાં ‘આ જમાનામાં થાય પણ સાધનવાળા જમાનામાં ન થાય, એમ લખવું ભૂલી ગયા એમ ?? આવી વાતો કરનારા ભલે કરતા, પણ તમે એમાં ખેંચાઈ ન જાઓ. ઉત્સવ મહોત્સવો અને સાધુઓના નગરપ્રવેશના સામૈયા આદિ માટે પણ એ લોકો તો એમ જ બોલે છે, પણ એમની એ વાત માની લેવાય ખરી ? વાહનોના વપરાશ પછી યાત્રામાં ફેર પડ્યો કે નહિ ? કહો કે લાખ્ખો ગાડાંનો ફેર પડ્યો છે. હવે તો બધા જ ટાઇમ મુકરર હોય. ચેત્રી પૂનમની યાત્રા કર્યા તેરસની રાત્રે અહીં (મુંબઈ)થી નીકળે. ચૌદશ મુસાફરીમાં જાય કોઈ યાદ કરાવે કે ભાઈ ! કાલે તો ચૌદશ છે તો કહી દે કે આપણે યાત્રા કરવા જઈએ છીએ ને ! એમાં ચૌદશ શી જોવાની ? લાગ ફાવે તો ચૌદશની રાત્રે પહોંચીને પણ ચહા-નાસ્તા કરે. સવારે વહેલો ઊઠીને પણ ચહા-પાણી કરે. પછી ઉપર યાત્રાએ જાય. ધમાધમ કરી યાત્રા પતાવી સાંજે નીચે આવી સીધો ગાડીએ પહોંચે અને બીજે દિવસે તો પાછો મુંબઈમાં હાજ૨. ઘરે કહીને જ નીકળ્યો હોય કે-‘આજે જાઉં છું ખરો પણ ત્રીજે દિવસે પાછો હાજર થઈ જઈશ. ચિંતા ન કરતા.’ આ શું કરી આવ્યો ? મને પૂછો તો કહું કે-‘હીરો ઘોઘે