________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
૫૧૧
દુર્ગતિમાંથી આત્માને બચાવે કોણ ? ધર્મ. હીરો કીમતી છે એ હૃદયમાં બેઠું છે તેથી કાદવમાંથી હાથ બગડે તોયે એ લેવાય છે. આવી માન્યતા અહીં થવી જોઈએ. એ થાય તો રાત્રે ન ખવાય, વ્યસનો ન સેવાય, હોટલમાં ન જવાય, નાટક-સિનેમા ન જોવાય, એ બધું સમજાવવામાં મહેનત ન પડે. પોતે જ કહેતા આવે કે અમે આમ નહિ કરીએ. આ તો કહે છે કે-‘રાત્રે ખાવામાં પાપ શું ? શું એથી સદ્ગતિ અટકી જાય ?' આવા પ્રશ્નો કરે છે. સદ્ગતિ શાથી અટકે અને આત્માને દુર્ગતિમાં પડતાં બચાવનાર કોણ ? એ નક્કી કરો. એ નક્કી નથી કર્યું એની જ આ બધી મોંકાણ છે અને એનું નામ જ નાસ્તિકતા છે. એવી નાસ્તિકતામાં ફસાયેલા પામશે. આજે વેષને પણ લજવે છે. તેઓ પરલોક સુધા૨વાની વાત મૂકી આ લોકની વાહિયાત વાતો કરવામાં પડી ગયા છે. મોઢે સારું સારું બોલે પણ અંદર બધું પોલું છે. માટે તોં શ્રી મલયગિરિજી મહારાજા કહી ગયા કે પરલોકની ક્રિયાને ગૌણ કરી આ લોકની ક્રિયા વધારવા ઇચ્છનારા, વધારનારા છૂપા નાસ્તિકો છે. આ ખાવાથી મૃત્યુ થાય એ જાણ્યા પછી મરે તોયે એ, એ વસ્તુ ખાય ? અરે અમુક માત્રા ખાનારાને જીવનભર અમુક વસ્તુ ન ખવાય તો એવા માણસો પોતાની રસોઈ અલગ બનાવે છે. સારા સારા શેઠિયાઓની આ વાત કરું છું. એના રસોયા અલગ અને રસોઈ પણ અલગ-જાતે પોતે અનાજ તપાસે કે ૨ખે ન વા૫૨વા યોગ્ય વસ્તુ અંદર ન આવી જાય. આનું કારણ ? જીવન વહાલું છે માટે. એ જ રીતે પરલોક માને, નક માને એ પાપ કરે ?
1081
છૂપા નાસ્તિકો
સભા : ‘છૂપા નાસ્તિક અને ખુલ્લા નાસ્તિકમાં શો ફેર ?’
ખુલ્લા નાસ્તિક તો એટલા પૂરતા સારા કે મોઢે જ કહે કે અમે નથી માનતા; પંચાત .મટી, કોઈ ફસાય તો નહિ ? આ તો કહે કે અમે પરલોક માનીએ છીએ પણ...! એ પણ...કહીને જ બધા ગોટાળા વાળે. ખુલ્લા દુશ્મન સારા પણ છૂપા દુશ્મન હૂંડા. ખુલ્લા દુશ્મન તો કહી જાય કે ‘હું જોઈ લઈશ !’ એટલે માણસ એનાથી સાવચેત રહે. એને કળથી જિતાય. કદાપિ એનાથી હારીએ તોયે મૂંઝવણ નહિ કારણ કે એણે આપણને સાવચેત તો કર્યા હતા. પણ સાહેબજી કહી હાથ મિલાવી પડખામાં પેસી ઘા મારે એને કેમ પહોંચાય ? એ છૂપા કહેવાય. સાધુ તરીકે ઓળખાવું, ધર્મદેશના દઈએ છીએ એમ કહેવડાવવું અને લોકને આ લોકના પાપમાં જોડવાની વાતો ક૨વી એ કઈ નાસ્તિકતા ? આ લોકમાં પૈસા કમાવાના કે લગ્ન કરી ઘર માંડવાના ઉપદેશની લોકને જરૂર છે ?