________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
૫૫૭
મદારીને સાપ અને રમકડાથી લોક ભેળાં કરતાં આવડે છે તો અમે નહિ ભેળાં કરી શકીએ ? અમને સાધુને ખોટી રીતે છેડવામાં ફાયદો નથી. અમારે ગામમાં ઘ૨ નથી, બજારમાં પેઢી નથી, સીમમાં જમીન નથી, પાસે ફૂટી કોડી નથી, આગળ ઉલાળ નથી, પાછળ ધરાળ નથી; અમારે ભય શો ? અમારી ભાવના કઈ ?
1127
गोऽहं नत्थी मे कोई, नाहमन्नस्स कस्सई ।। હું એકલો છું, મારું કોઈ નથી અને હું કોઈનો નથી.
અમારે ઘર નથી.. કાયા ત્યાં છાયા, પછી ભય શો ? સાધુપણું હશે તો દુનિયાની કોઈ સત્તા અમને નડી શકે તેમ નથી. લૂંટારો પણ અમારી પાસેથી શું લૂંટે ? સાધુ તો લૂંટારાને પણ શાહ બનાવે. ચોરની પલ્લીમાં પણ સાધુ જાય અને ચોરને એ શાહુકાર બનાવે. સામો માગે તો પોતાની પાસે જે છે ત જઆપે અને સામો કોઈ પણ સંયમોપયોગી ચીજ આપે તો પણ બદલામાં ‘ધર્મલાભ’ જ કહે. આવા સાધુને છેડ્યા નકામા છે. સાધુ સામે મોરચા ન માંડો. આ સાધુની વાત છે હો ! હિંમત હોય તો કુસાધુ સામે મોરચા માંડો. સારા સાધુ સામે મોરચા માંડ્યા તો પરિણામ ભયંકર છે.
ઘર મૂકીને નીકળ્યા પછી અમારે ભય કોનો ? તમારે બધી વાતની ચિંતા, અમારે ચિંતા શી ? મુંબઈમાં પચીસ વરસ કદાચ રહેવું પડે તોયે મને શો વાંધો ? વધુ રહીશ અને સાંભળનારા વધુ આવશે તો વધુ લાભ. નહિ આવે તો એમનું એ ખોશે. અમારું શું જાય ? શાસ્ત્ર કહે છે કે અમને તો એકાંતે લાભ જ છે, જો હિતબુદ્ધિ હોય તો. હિતબુદ્ધિની ગેરંટી જોઈએ, ઉપકારબુદ્ધિની શરત પહેલી. જેનું ખંડન કરીએ તેનું પણ ભૂંડું ન ઇચ્છાય. એ દુઃખી થાય કે નરકે જાય એ ઇચ્છા ન થાય, પણ એના આત્માનું કલ્યાણ જ ઇચ્છાય અને એના કલ્યાણ માટે જ આ બધી મહેનત છે અને હોય.
જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણી શ્રવણનો તો સમ્યગ્દષ્ટિ આત્મા વ્યસની હોય. સમ્યગ્દષ્ટિની પરખનું આ ચિહ્ન છે. આ વ્યસન જેનામાં ન હોય ત્યાં માનવું કે સમ્યક્ત્વ નથી. પીઠ પરની મેખલાનું વર્ણન હવે આવવાનું છે. શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરતાં આગળ શું કહે છે તે હવે પછી.