________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
આવીએ. ગયા કહેવાશે અને તાલ પણ જોવાશે. એ જાય એટલે પેલા ફુ૨સદિયા એને સામે લેવા આવે. વાતો વધારી વધારીને કરે, આંખમાં આંસુ પણ લાવે. ત્રાસ ત્રાસ થઈ ગયો એમ જણાવે. પછી કહે કે ચિંતા નહિ કરતા. અમે તમારી સાથે છીએ. આવા સાધુની તો બરાબર ખબર લો. વકીલ કરી આપશું. ખર્ચની ચિંતા ન કરો. અમે બેઠા છીએ. પણ સાધુની સાન ઠેકાણે લાવો.' આમ કહીને ચડાવે. ઘેર લઈ જઈ એને જમાડે. પેલા કહે કે પણ એનાં માબાપ રાજી છે ત્યાં શું થાય ? તો કહે કે ‘તમે એકવાર કોર્ટે ચંડો. પછી બધું થઈ પડશે. એનાં માબાપને સમજાવી લેવાશે;’ આમ કહી પેલાને આગળ કરે. સમજે છે કે મારા બાપનું શું જાય છે ? ફાવે તો ઠીક છે, નહિ ફાવે તો આબરૂ કોર્ટે ચડનારની જવાની છે, મારી થોડી જવાની છે ? અને જવાની હોય તો હતી પણ કે દી ?'
1125
૫૫૫
આવાઓ જ શાસનની હીલના કરે છે કે બીજા ? છાપામાં આંધળો વાંચે એવાં મથાળાંથી છપાવે. લખે કે ‘ભયંકર અત્યાચાર ! સાધુઓનો જુલમ !' વગેરે વગેરે. કોઈ પૂછે કે ‘છે શું ?' તો વાતમાં કાંઈ ન હોય. મેં આપેલી દીક્ષાઓના લગભગ બધા પ્રસંગોમાં આવાં હેડિંગો મેં જોયાં છે. એ લોકોની દૃષ્ટિએ અમે અત્યાચારી ગણાઈએ છીએ. એ લોકો અમને અત્યાચારી કહે છે. પરંતુ આવું લખી લખીને, થાકી થાકીને હાર્યા. કોર્ટની ધાંધલ-ધમાલમાં ભળ્યા અને ત્યાં પણ હાર્યા. હારે તે દી’ ગામમાં શોધ્યા ન જડે, બે દી’ આમ તેમ જઈ આવે. વાત જરા ઠંડી પડે પછી આવે: કહે કે અમે તો અહીં જ હતા. ક્યાંય ગયા ન હતા. કોર્ટમાંયે મૅજિસ્ટ્રેટ પૂછે ત્યારે આમતેમ ગલ્લાંતલ્લાં કરી ખસી જાય અને ત્યાંથી રવાના થઈ જાય. આવા બેજવાબદાર સ્વાર્થીઓ ધર્મની હીલના કરાવે છે. ધર્મીથી ધર્મની હીલના હોય ? ન જ હોય.
આવા ધર્મની હીલના કરાવનારાઓ જૈન ગણાય ? એ જૈન હોત, એમનામાં જૈનત્વ હોત તો આવો ઘોંઘાટ ન હોત. આવાઓને ખુલ્લા કરી સમાજને ઓળખાવવા પડશે. હવે ગોળ ગોળ વાતો કર્યે ક્યાં સુધી ચાલશે ? હીલના એટલે શું ? કેમ થાય છે ? કોણ કરે છે ? કઈ રીતે કરે છે ? એ બધું જાણો. જૈન નામ ધરાવે પણ ગમે તેમ લખે, છાપે, પ્રચાર કરે, એવો પ્રચાર કરે કે રાજ્યના અમલદારો પણ મૂંઝાય. અમલદારો પણ સર્વજ્ઞ નથી. એમની પાસે અરજીઓના થોકડા જાય, તે પણ જૈનોના એ વાંચે તો ખરા ને ? હવે વાંચીને અસર પણ થાય તો એમાં એમનો શો દોષ ? અમને ઘણા અમલદારો મળવા આવીને આ બીના કહી ગયા. ગામમાં પેસીએ તે પહેલાં એમની પાસે અરજીઓ આવી જ ગઈ હોય. એક લખે કે-એ લુચ્ચા છે. બીજો લખે કે ‘એ બદમાશ છે.’ ત્રીજો લખે કે ‘એ ઉઠાવગીર છે.’ ચોથો લખે કે-‘એ ખોજા જેવા છે. છોકરાઓ