________________
૫૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઘરબાર બંધાવવા. કડિયા, મજૂર આપોઆપ મેળવી લો છો. એ ક્રિયામાં સાધુનો કે શાસ્ત્રનો ખપ પડતો નથી. શાસ્ત્રનો ખપ શામાં ? પરલોકનાં કાર્યોમાં. ૫૨લોકની વિધિ માટે શાસ્ત્ર છે. આ લોક માટે શાસ્ત્ર ઉપયોગી ખરું પણ કેટલા પૂરતું ? આ લોકની કાર્યવાહીથી લોકને જેટલા અંશે બચાવાય તેટલા પૂરતું. જે આત્માઓ પરલોક સુધારવાની કાર્યવાહીમાં ન જોડાઈ શકે તેવાઓ પણ ત્યાં વધારે ન ગબડે તેટલી કાળજી રાખવા પૂરતું.
આ વ્યાખ્યા ભૂલે તેમને માટે જ કહ્યું ગુરુળો મટ્ટા ખાવા- ગુરુ તે ભાટ થયા. એવાઓ શ્રાવકની સ્તુતિ કરે અને પોતાની સ્તુતિના રસિયા શ્રાવકો તે સાંભળે. એ બેય ભેગા થઈને ડૂબે એમ આ મહાત્મા કહે છે.
1092
ધર્મના પ્રકાર ઃ
જે દુર્ગતિમાં પડતાં બચાવવા શક્તિમાન નથી તે ધર્મ પણ નથી. હોય તો બોલો ! હવે આગળ ચાલું ?
સભા : ‘હાજી !'
એ ધર્મના એટલે કે દુર્ગતિમાં પડતાં આત્માને બચાવનાર ધર્મના બે પ્રકાર છે. મૂળગુણ રૂપ અને ઉત્તરગુણ રૂપ.
મૂળગુણ આ પ્રકારે છે.
सव्वाओ पाणाइवायाओ वेरमणं... ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ.
૨. સર્વથા મૃષાવાદ વિરમણ. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ.
૪. સર્વથા મૈથુન વિરમણ.
૫. સર્વથા પરિગ્રહ વિરમણ.
આ મૂલ ગુણો છે. આ પાંચે મૂલ ગુણોને જે પોતે દીપાવે, મજબૂત બનાવે, તે બધા ઉત્તરગુણ. શ્રાવકધર્મ આની અંતર્ગત. આ સંપૂર્ણ તો પેલું થોડું પણ વાત તો એક જ ને ? પેલાં મહાવ્રતો ને આ અણુવ્રતો. જેનાથી મહાવ્રતો ન થાય એ અણુવ્રતો કરે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-આ પાંચેથી સર્વથા અને દેશથી વિરમણ તથા સમ્યક્ત્વ અને દયાદિ ધર્મો વિના દુર્ગતિમાં જતાં કોઈ બચાવે તેમ નથી, એમ લાગે છે કે નહિ ? પ્રાણાતિપાત આદિ પાંચેય જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે. આ પાંચેથી વિરમવું એ જ ધર્મ