________________
૫૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
રહેવા માટેની આ ક્રિયામાં લાભ શો ? જો એમ લાભ હોત તો કોઈ એકાંતમાં બેસી ધ્યાન કરે અને એમાં કોઈના ખૂનના જ વિચાર કરે તો એને લાભ થાય ? એની ગતિ કઈ ? રાજા ઉદાયિનું ખૂન કરવાના વિચારે એક માણસ જૈનાચાર્ય શ્રી કાલિકસૂરિજી પાસે આવ્યો. સંસારની અસારતાનો દેખાવ બતાવી, વૈરાગ્યનો ઢોંગ કરી દીક્ષા લીધી. ચારિત્ર લઈને એવું પાળ્યું કે ન પૂછો વાત. એવો વિનીત બન્યો કે ગુરુએ એને વિનયરત્નની પદવી આપી. પણ આ બધું પેલા રાજાનું ખૂન કરવા માટે હો ! ઓઘામાં છરી છુપાવી રાખેલી. રોજ પડિલેહણા કરે પણ કોઈ જુએ નહિ એ માટે પૂરો સાવધ. ગુરુને એવો વિશ્વાસ પમાડ્યો કે જ્યાં પોતાની સાથે ગુરુ કોઈને ન લઈ જાય ત્યાં એને લઈ ગયા. રાજાને ત્યાં એક વાર ગુરુ એને લઈને ગયા. તક જોઈને મધ્યરાત્રિએ રાજાનું માથું કાપી ચાલતો થયો. બાર વર્ષ સંયમ પાળ્યું તો આટ્ટલા જ માટે. બતાવો આમાં લાભ કે હાનિ ?
1102
આજે કહે છે કે ‘દેવલોકમાં હજારો દેવાંગના મેળવવા જ અહીં એક સ્ત્રી સાથે સંગ ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળે એ પણ ધર્મ. એમાં વાંધો શો ?' જૈનશાસન આને બ્રહ્મચર્ય નથી કહેતું પણ અનર્થ, અધર્મ, અનાચાર કહે છે. આવી માન્યતાના યોગે પ્રભુની પૂજામાં પણ આવાં વાક્યો ઘૂસ્યાં છે. કહે છે કે
'वर्तमान दशा देशकी विचारो, बलदेहके कारण ब्रह्मचर्य को धारो'
સમજાય છે કે-‘દેશની વર્તમાન દર્શા વિચારી ને દેહના બળને ખાતર બ્રહ્મચર્યને ધારણ કરો.' દેહમાં બળ મળે પછી શું ? પછી નિર્બળનો ખોડો કાઢો એ જ ને ? બીજું શું ? બ્રહ્મચર્ય કદી દેહ કે બળ માટે હોય ? એ તો મુક્તિ માટે જ હોય.
મુનિએ બ્રહ્મચર્ય શા માટે પાળવું એ કહો ? આવી માન્યતાથી ધર્મના સિદ્ધાંત જ ફરી જાય.
સભા : અને બ્રહ્મચર્યનો હેતું પણ માર્યો જાય !'
શ્રી જૈનશાસનમાં લખ્યું કે ધર્મથી આમ થાય, આમ થાય, ગૌતમ નામે આવું આવું થાય એ વાત સાચી પણ ગૌતમ મહારાજાનું નામસ્મરણ કરવાનું શા માટે ? ધર્મ કરવાનો શા માટે ? ત્યાં તો લખ્યું કે કેવળ મુક્તિ અર્થે જ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ લખ્યું કે ધર્મ એ ધનાર્થીને ધન આપે, કામાર્થીને કામ આપે પણ ધર્મ ક૨વો શા માટે ? ત્યાં સારું લખ્યું કે મુખ્યર્થમેવ-મુક્તિ માટે જ. બ્રહ્મચર્યથી દેહબળ મળે, કાન્તિ મળે, મળે બધું પણ એ બ્રહ્મચર્યનું પાલન તો મુક્તિ માટે જ.