________________
1105 – ૩૫ઃ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 –– ૫૩૫ વાતમાં ભીંજાય નહિ.” ગુરુએ મનમાં વિચાર્યું કે “વાહ રે વાહ ? આ તો ખરો નંગ નીકળ્યો. આંખમાં પાણી લાવી કેવા ઢોંગ કરતો હતો !ખરેખર એની રાહ જોવામાં તો મૂર્ખાઈ જ થઈ.”
આવાઓ રોજ વ્યાખ્યાનમાં આવે, નમ્ર બનીને સાંભળે, ડોલે અને આંખમાં આંસુ પણ લાવે, છતાં એ વ્યાખ્યાન એને ફળે શું ? | સ્વાર્થવૃત્તિનો નાશ થાય તો જ શ્રી જિનેશ્વરદેવના શાસનની દેશના ફળે. મુનિને માટે તો કાયદો છે કે આચાર્યો જ્યારે વાચના આપે ત્યારે જે મુનિગણ એ સૂત્રની વાચના લઈ રહ્યો હોય તેમાં એ વાચના સાંભળતાં જે મુનિને વૈરાગ્યના અંકુરા ન ફૂટે અને આડુંઅવળું જોયા કરે તેને મંડળીમાંથી ઉઠાડી મૂકવો, નહિ તો એ બીજાને પણ બગાડે. આ વિધિ છે. ધર્મ કરનારની જવાબદારી :
પોદ્ગલિક સ્વાર્થ માટે કરાતો ધર્મ એ અધર્મરૂપ છે. પ્રપંચ માટે કરાતા ધર્મનાં અને એ ધર્મ કરનારનાં વખાણ ન થાય. ખબર ન હોય ત્યાં સુધી બોલીએ કે ફલાણા શેઠ મંદિરમાં બબ્બે કલાક બેસે છે પણ અંદરનો ભેદ જણાય તો બોલવું બંધ કરવું પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે અનાચારીઓ ધર્મને કલંકિત કરે છે. ધર્મીથી ધર્મક્રિયા ઓછી થાય તે નભે પણ એનાથી એવો અનાચાર તો ન જ થાય કે જે જોઈ બીજો અધર્મ પામે.
ત્રિકાળ પૂજા કરે, નિરંતર વ્યાખ્યાન સાંભળે, પૌષધ, પ્રતિક્રમણ, સામાયિક કરે, ઉકાળેલું પાણી પીતો હોય, હવે એવાને કોઈ વેશ્યાના ઘરમાં જુએ તો ? જોનારને તરત એની ક્રિયા ઢોંગ જ લાગે ને ? એ લોકવિરુદ્ધ ક્રિયા છે. લોકવિરુદ્ધનો ત્યાગ કરવાનો કહ્યો તે આ. લોકોને ઠગવા ધર્મક્રિયા હોય ? લોકોને ધર્મ તરફ ખેંચવા છે પણ તે કેવળ લાડુ બતાવીને નહિ. અહીં આવ્યા પછી ધર્મ ન પાળે તે રીતે ન ખેંચાય. ખોટીવૃત્તિએ ધર્મસ્થાનમાં બે કલાક ગાળનારની શાંતિની કશી જ કિંમત નથી. પરલોક સામે આંખ જોઈએ. “હું કોણ ? અહીં ક્યાંથી આવ્યો ? મારાં કુળ, જાતિ, આચાર શાં ? અહીંથી જવું છે
ક્યાં ?' આ વિચારો જે નિરંતર કરતો નથી તે ધર્મને લાયક નથી. બે-ચાર બંગલા બંધાવવા, ક્રોડ, બે ક્રોડ ભેળા કરવા એ કર્તવ્ય કે ત્રિકાળ પૂજનાદિ કર્તવ્ય ? દુર્ગતિમાં ન જવું હોય અને સદ્ગતિમાં જવું હોય તો કરણી સુધારો. વિચારો સુધારો. સમ્યગ્દષ્ટિના વિચારો કર્યા હોય ? ભવ કેવો ? ભયંકર. બોલવામાં ઉતાવળ ન કરતા, ભવને ભયંકર કહ્યો એટલે પછી આ ઓઘો જ રહેશે; સિવાય બાકી કાંઈ નહિ રહે.