________________
1103 – ૩પ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૩
શ્રી જિનેશ્વરદેવના શાસનની દરેક ક્રિયા એવી છે કે જ્યાં સુધી મુક્તિ ન પમાડે ત્યાં સુધી સંસારમાં રખડાવે નહિ, દુ:ખી થવા દે નહિ પણ એ ક્રિયા કરવાની છે તો મુક્તિ માટે જ. પૈસા અને સ્વર્ગ માટે જ ધર્મ સેવાય અને એમ સેવવાથી જ એ મળે તો મુક્તિ માટે એને સેવત કોણ ? હજી તો મુક્તિના સુખની પણ ઘણા લોકોને ખાતરી નથી. ઘણા એવા છે કે જે મોટર, બંગલા, બગીચામાં જ સુખ માને છે. પણ ધર્મથી મળતાં એ સુખ તો ઘાસ જેવાં છે. ધર્મના યોગે મુક્તિ ન મળે ત્યાં સુધી વચ્ચે આવાં સુખ મળે તે બધું ઘાસ, એ ફળ નહિ. ફળ તો મુક્તિ જ.
દુનિયા જ્યાં ઝૂકી છે ત્યાં જ ઝૂકવાથી હાલત શી ? એક પણ ધર્મક્રિયા આ લોક માટે સર્જી નથી, નીર્મી જ નથી. આ લોકમાં એનાથી આબાદી, શાંતિ, સમાધિ મળે પણ અંતિમ ફળ તો મુક્તિ જ. પરલોકમાં શ્રદ્ધા વગરનો, આ લોકની ભાવનાએ, સમાજમાં રહેવા વગેરે માટે ધર્મક્રિયા કરે, એ કદી મંદિરમાં બે કલાક શાંતિ પણ રાખે પણ એ શાંતિના ગર્ભમાં શું ? કેસરિયા મોદકના એક જ ભાગમાં વિષનો કણિયો હોય તો એ ખવાય ? એ કેસરિયા મોદકથી પેટ ભરાય કે મરી જવાય ? એ મીઠાશ તો સુંઘવા જેવી પણ નથી. પેલી ક્રિયામાં રહેલી શાંતિની ભીતરમાં શું છે ? એકલી ક્રિયા જ જોવાની ? એકલી એવી ક્રિયામાં લાભ કોને ? એ બે કલાક પણ બહારના પાપથી બચવાનો લાભ કોને ? અથવા એ ક્રિયા પણ ફળે કોને ? એકલી ક્રિયાથી લાભ કોને ?
જેને કશો વિચાર નથી પણ માત્ર ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે છે, મુક્તિની ગમ નથી કે સંસારની અસારતાનું પણ ભાન નથી, માત્ર બાપાજી, કાકાજી અગર બધા કરે છે માટે કરવી એમ ધારીને જે ક્રિયા કરે છે તેને લાભ ખરો. શાસ્ત્ર કહે છે કે એ ક્રિયા એને ફળી પણ જાય, કેમકે એનામાં જેમ સારી વૃત્તિ ન હતી; તેમ ખોટી પણ ન હતી. પરંતુ ઇરાદાપૂર્વક ખોટી વૃત્તિએ સેવા કરનારને એ ક્રિયા લાભ આપે કઈ રીતે? હાનિ જ નીપજે.
આવશ્યકના ગુરુવંદન અધિકારમાં આવી વાતોના સમાધાન અંગે આવો પ્રશ્ન ચર્યો છે. ત્યાં પ્રશ્ન કર્યો કે “કુગુરુવંદનમાં હરકત શી ? એની ક્રિયા અને ભારે પણ વેષને વંદન કરવામાં વાંધો શો ? વેષ તો છે ને ? જેમ ભગવાનની પ્રતિમામાં ગુણ નથી, એ તો જડ છે, છતાં એને જેમ વંદન-પૂજન થાય છે તેમ લંગને (કુગુરુના વેષને) વાંદવામાં હરકત શી ?'
મહર્ષિ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે “મૂર્તિમાં જેમ ગુણ