________________
1116
૫૪૯
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૨ જાય. એક વેપારી થવામાં કે એક સામાન્ય એવી નોકરી કરવામાં જો ઘણી જાતની જોમબદારી રહે છે તો ધર્મી થવામાં કાંઈ જોખમદારી જ નહિ ? આ તો ભગવાન મંદિરમાં, ગુરુ ઉપાશ્રયમાં, ધર્મ પુસ્તકના પાનામાં અને અમે ધર્મી, એ ચાલે ? સમ્યગ્દષ્ટિને કશી જોખમદારી નહિ ? એ ગમે તેમ બોલી શકે ? વેપારી પણ ગમે તેમ બોલે તો ત્રણ દિવસમાં પાખડી ફેરવવાનો વખત આવી જાય. જે સોદામાં ગઈ કાલે હા પાડી હોય તેમાં આજે ના પાડે તો એની શાખ જાય. એના નામે સોદા લખવા બંધ થાય. બોર્ડ પણ એના માન ઉપર ચોકડી મૂકે ને બજારમાં જાહેર કરે. એ જ રીતે ધર્મીની જોખમદારી માટે પણ સમજવું જોઈએ. એનાથી “જિનપૂજન આદિ ન થયું તો શું?” એવું ન બોલાય. બોલે તો એ સૂચવે છે કે એને તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા નથી.
સભા: “માનસિક પૂજા કરે તો ?
શાસ્ત્ર કહે છે કે ચોથે પાંચમે અને છહે ગુણસ્થાનકે આલંબનના અભાવની વાત કરનારા મિથ્યાદૃષ્ટિ છે, અનાવલંબનની વાત તો સાતમે. ત્યાં પણ ધર્મધ્યાન કહ્યું તેમાંયે ચાર આલંબન કહ્યાં. શ્રી જિનાજ્ઞા વિચારનું આલંબન, કર્મવિપાક વિચારનું આલંબન, અપાય વિચારનું આલંબન અને લોકસ્વરૂપ વિચારનું આલંબન. આ ચાર આલંબન હોય ત્યારે ધર્મ-ધ્યાન થાય. આલંબન વિના તમારે ચાલે છે ? બૂટ પહેર્યા વિના ધરતી પર પગ નહિ મૂકનારા આલંબનની જરૂરિયાત શી, એમ કયા મોઢે બોલે છે ? ડગલે ડગલે આલંબન જોઈએ. છછું ગુણસ્થાનકે રહેલા મુનિ માટે પણ વિધિ એ કે, એ એકલો ન જાય. ચોથે ગુણસ્થાનકે જિનપૂજનાદિ ક્રિયા તે અધ્યાત્મ, પાંચમે ગુણઠાણે દેશવિરતિની ક્રિયા તે અધ્યાત્મ અને છઠ્ઠ ગુણસ્થાનકે મુનિની ક્રિયા તે અધ્યાત્મ. પરંતુ તે તે ક્રિયા મૂકીને આંખો મીંચીને બેસે તે અધ્યાત્મ નહિ પણ અંધાત્મ છે.
અધ્યાત્મનો અર્થ શો ? આત્માના કલ્યાણને ઉદ્દેશીને જે ક્રિયા કરાય છે. કેવળ આંખો મીંચીને બેસી રહેવું તે અધ્યાત્મ નથી. શ્રી વીતરાગદેવની મૂર્તિ સામે જોતાં છતાં ગોટા વળે છે તો આંખો મીંચ્યા બાદ શા ગોટા ન વળે ? જે “સોદનો અર્થ ન સમજે એ એના જાપથી શું મેળવે ? વીતરાગની આકૃતિ સામે હોવાથી શ્રી વીતરાગદેવનું જીવન આખું નજર સામે તરે છે. ભગવાન મહાવીરદેવ આવા હતા, એમણે આવો ત્યાગ કર્યો, આવો તપ કર્યો, કેવળજ્ઞાન પામ્યા, આવો ઉપદેશ આપ્યો, આવી આજ્ઞા ફરમાવી ગયા અને મુક્તિમાં